Rakhi celebration

Rakhi celebration: અધિકારીઓને આદિવાસી બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન ઉત્સવ ઉજવણી

Rakhi celebration: આદિવાસી બહેનો 14 જિલ્લાના વિવિધ વિસ્તા ના ગામડાઓમાં જઈ આ રક્ષાપોટલી પહોંચાડવાનું કાર્ય કરશે

અહેવાલ- કિષ્ના ગુપ્તા

અંબાજી, 30 જુલાઇઃ Rakhi celebration: રક્ષાબંધનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાસ કરી આદિવાસી વિસ્તારના લોકોને રક્ષાબંધનનો લાભ મળે ને સાથે પોતાની સંસ્કૃતિ જાળવી રખાય તે માટે આદિવાસી વિસ્તારમાં બે લાખ જેટલી રક્ષાપોટલી મોકલવાનો આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીના 14 જનજાતિ જિલ્લાઓના 5800 જેટલા ગામોમાં રક્ષાબંધન પર્વ માટે 2 લાખ માં અંબે ની રક્ષાપોટલી,300 કિલો ઉપરાંત કુમકુમના હજારો પેકેટ સાથે બહેનો માટે સાડીઓ મોકલવાનો એક કાર્યક્રમ જિલ્લા કલેકટર આનંદ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

ccc00f10 30c7 4232 8181 c9053b4cb55a

આ પણ વાંચોઃ Rape case: વડોદરાના બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી ન્યૂડ ફોટા પાડી દુષ્કર્મ કર્યું- વાંચો વિગત

આ કાર્યક્રમમાં કલેકટર સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ,જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ આ અધિકારીઓને આદિવાસી બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન ઉત્સવ ઉજવણીની શરૂઆત કરી હતી આ સાથે ડોનર હેતલભાઈ રાજગુરુ તેમજ નરેન્દ્રભાઈ પટેલની કામગીરીને બિરદાવમાં આવી હતી.

cc132bd5 5bcf 4cf1 9e62 582647c5c3af

તેમજ અન્ય ઉપસ્થિત અધિકારીઓ દ્વારા બહેનોને માં અંબે ની રક્ષાપોટલીને કુમકુમના પેકેટ તેમજ સાડી અર્પણ કરવામાં આવી હતી જે આદિવાસી બહેનો 14 જિલ્લાના વિવિધ વિસ્તા ના ગામડાઓમાં જઈ આ રક્ષાપોટલી પહોંચાડવાનું કાર્ય કરશે આ કાર્યક્રમ મા અંબાજી કૉમેર્સ કોલેજના પ્રિન્સિપાલ હસમુખ ભાઈ પટેલ પણ જોડયા હતા.

આ પણ વાંચોઃ Botad poisonous liquor Scam: યુવકે ‘ઝેરી દારૂ’નું સેવન કર્યું હતું, આંખે ચોખ્ખુ દેખાતુ થયુ બંધ- વાંચો શું આવ્યો રિપોર્ટ

Gujarati banner 01