સ.સં. ૧૭૭૭ ranjanben bhatt 1

પુસ્તકોના વાંચન અને કાવ્ય લેખનની સાથે કોરોનાને હરાવતા ૭૯ વર્ષીય રંજનબેન ભટ્ટ

સ.સં. ૧૭૭૭ ranjanben bhatt 1

નિવૃત શિક્ષિકાએ સાહિત્યમાં પ્રવૃત્ત બની કોરોનાને કર્યો નિવૃત

કુમકુમ પગલી પાડો આંગણસાક્ષરતા અભિયાન

કઈંક વીરોના ભણતરથી આવ્યું સ્વરાજ આજ”

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સાક્ષરતાના મહત્વને પ્રદર્શિત કરતા આ શબ્દો કેટલા સુંદર છે, પરંતુ નવાઈ ની વાત તો એ છે કે આ કાવ્યનું સર્જન કરનાર જૈફ વયના કોરોનાગ્રસ્ત કવિયત્રી રંજનબેન ભટ્ટએ પોતાના હોમ આઇસોલેશનના સમયગાળા દરમિયાન કોરોનાના ડર ને મનમાંથી દૂર કરવા માટે પોતાની આ મૌલિક સર્જનાત્મક શક્તિઓનો ઉપયોગ કર્યો છે. અને આ જ પ્રકારે આઇસોલેશનના ૧૪ દિવસ દરમિયાન સારવારની સાથે રંજનબેને વિવિધ વિષયોના પુસ્તકોના વાંચન અને સ્વરચિત કાવ્યોના લેખન કરીને કોરોનાને પરાસ્ત કર્યો છે.

સરકારી પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષિકા રંજનબેનના પુત્રને કોરોના થતાં તેમના સંપર્કમાં આવવાથી તેઓ પણ સંક્રમિત થયાં તેમને વધુ તકલીફ ન હોવાથી તેઓ હોમ આઇસોલેટ થયા. પોતાના હોમ  આઇસોલેશનમાં કરેલ સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિશે વાત કરતા રંજનબેન જણાવે છે કે, “મને બાળપણથી જ લખવાનો અને વાંચવાનો શોખ છે. જયારે મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો ત્યારે મેં થોડો ભય અનુભવ્યો પણ આવી પરિસ્થિતિમાં જો હું નબળી પડી જાવ તો મારા પરિવાર ચિંતામાં મુકાય જાય એટલા માટે મે મારુ મન મક્કમ કરી લીધું.

કોરોના સામે લડવા માટે મારી પાસે ૧૪ દીવસ હતા, એટલે પ્રતિ દિન એક કાવ્ય અને ૪ દિવસમાં એક પુસ્તકને વાંચીને પૂર્ણ કરવાનું મે નક્કી કર્યું. આનાથી એક તો કોરોનાનો હાવ મારા મનમાંથી જતો રહ્યો અને પુસ્તકોનું વાંચન તથા કાવ્ય લેખનમાં જ મારુ મન પરોવાય ગયું. અને તેમાં મને સહકાર મળ્યો ધન્વંતરિ રથ અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરનો…., મને દરરોજ  હેલ્થ સેન્ટરમાંથી ડોકટરો ફોન કરીને મારી તબીયત એક પરિવારના સદસ્યની જેમ પુછતાં ત્યારે હું તેમને પણ મારી કવિતા સંભળાવતી તો એ લોકો ખુશીથી મને બિરદાવતા અને ધન્વંતરિ રથમાં કાર્યરત આરોગ્યકર્મીઓ દરરોજ અમને સમયસર આયુર્વેદિક ઉકાળા અને દવાઓ આપી જતા. તેમની આ આત્મીયતાસભર હૂંફ અને હોમ આઇસોલેશનની સેવા-સારવારને પરિણામે આજે હું કોરોના મુક્ત બની છું, હું મારા આ સ્વાનુભવ પરથી હું બધાને એટલે જરૂર કહીશ કે કોરોનાથી ડરવાની જરૂર નથી સમયસર સારવાર અને ચોક્કસ નિદાનથી અવશ્ય કોરોનામુક્ત થઇ શકાય છે.”   

અત્રે ઉલ્લેખનિય છે કે, રંજનબેન સાથે તેમના પુત્ર પણ હોમઆઇસોલેશનમાં તેમને મળેલ સઘન સારવારથી કોરોના મુક્ત બન્યા છે. ૭૯ વર્ષની જૈફ વયે કોરોના સામે સર્જનાત્મક લેખન કૌશલ્યથી લડીને કોરોનામુક્ત બની રંજનબેન અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

********

loading…