Rath Yatra 2023

Rath Yatra 2023: ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ભગવાન જગન્નાથજીનાં દર્શન કર્યા

Rath Yatra 2023: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કેટલાક નેતાઓ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા

અમદાવાદ, 19 જૂનઃ Rath Yatra 2023: આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની ૧૪૬મી ઐતિહાસિક રથયાત્રા મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થભાઈ પટેલ સહિત વરિષ્ઠ આગેવાનોએ ભગવાન જગન્નાથજીનાં દર્શન કરી ગુજરાતના નાગરિકોની સુખાકારી સાથે ગુજરાતની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ પરંપરાગત રીતે રથની પૂજાની વિધી નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વરિષ્ઠ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

ભગવાન જગન્નાથજીનાં દર્શન અને પવિત્ર રથની પૂજા બાદ રાજ્યના નાગરિકો અને શહેરવાસીઓની સુખાકારી માટે પ્રાર્થના કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે આજે જવાબદારી મળી છે તેના આર્શિવાદ મળે તેના માટે દર્શન કર્યા છે. માત્ર સત્તા માટે નહીં પણ પ્રજા માટે કામ કરવાનો મોકો મળે તેવા આશીર્વાદ પણ માંગ્યા. આ સેવાના યજ્ઞ કામ કરવા પ્રજા પણ મદદ કરે.

રાજ્યમાં નાગરિકોને સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રભુને શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે. રાજ્યમાં વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે ઘણાં જિલ્લાઓમાં મોટેપાયે જાનમાલને નુકસાન થયું છે. ભાજપ સરકારએ ખેડૂત, માછીમારો, નાના દુકાનદારો સહિત નાગરિકોને થયેલા નુકસાન માટે આર્થિક વળતર જાહેર કરી સહાયતા કરવી જોઈએ. રાજ્યમાં નાગરિકો મોંઘવારી, બેરોજગારી સહિતના મુશ્કેલી-હાલાકીઓ ભોગવી રહ્યાં છે ત્યારે ભાજપનો પન્ના પ્રમુખ પણ વિચાર કરે અને તેને પણ કોંગ્રેસમાં જોડાવવું હોય તો આવી શકે છે.

આ શુભ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હિંમતસિંહ પટેલ, અંબરીષ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, આનંદ ચૌધરી, ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશ ઉપપ્રમુખ બિમલ શાહ, નિશિત વ્યાસ, વિજય દવે, પંકજ શાહ, પંકજ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડિપાર્ટમેન્ટનાં કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, કો-કન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમ્મર, પ્રદેશ સેવાદળના પ્રમુખ વિજય પટેલ, પ્રવક્તા નરેન્દ્ર રાવત, હિરેન બેન્કર, પાર્થિવરાજ કઠવાડિયા, રત્નાબેન વોરા, ગીતાબેન પટેલ, અમિત નાયક, શહેર પ્રમુખ નીરવ બક્ષી, મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શેહઝાદખાન પઠાણ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો… CM Jagannath Mandir Puja: રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો