GJ 3 LM સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબરોનું રી-ઓકશન યોજાશે

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૦૯ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લામાં મોટર પ્રકારના વાહનો માટે GJ 3 LM સિરિઝના બાકી રહેતા ગોલ્ડન સિલ્વર નંબર માટેનું રી-ઓક્શન ઇ-ઓક્શનની પ્રક્રિયાથી શરૂ થનાર છે.

આ ઈ-ઓકશનની પ્રક્રિયામાં ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૧૨/૯/૨૦૨૦ થી ૧૩/૯/૨૦૨૦ સુધી રહેશે. અને ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે તથા એ જ સમયે તથા ઈ-ઓકશનનું પરિણામ નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે.

ઓનલાઇન ઇ – ઓકશનમાં ભાગ લેનાર અરજદારે  http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી કરી, યુઝર આઇ.ડી., પાસવર્ડ મેળવવાનો રહેશે તેમજ આ વેબસાઇટ પર લોગ ઇન કરીને વાહન ખરીદીના દિવસ-૫ (પાંચ) ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. હરરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. આ માટેની વિગતવાર સૂચનાઓ Appendix-A ઉપર આપેલ છે. (જે કચેરીના નોટીસ બોર્ડ અને રજીસ્‍ટ્રેશન શાખામાં રૂબરૂ જોવા મળશે.) અરજદારે હરરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારે જો આ નિયમ સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્‍ફળ જાય તો મુળ ભરેલી રકમને જપ્‍ત કરી ફરી વાર હરરાજી કરવામાં આવશે. ઓનલાઇન ઓકશન દરમ્‍યાન અરજદારે RBI દ્વારા નકકી કરેલ દરે ચાર્જ ચૂકવવાના રહેશે.

 હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫(પાંચ)માં ભરપાઇ કરવા માટે SMS કે E-MAIL થી જણાવવામાં આવશે. હાલની મેન્‍યુઅલ પધ્‍ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે, Net Banking, Credit Card/Debit Card થી ચુકવણું કર્યુ હોય તે જ Mode થી નાણાં અરજદારના તે જ ખાતામાં SBI e-pay દ્વારા પરત કરવામાં આવશે, તેમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.