b20c3465 767c 4baa a2fc 7cc932cc71e5

આનંદની બે વાત: સમરસ હોસ્પિટલમાં રિકવરી(recovery rate) અને ડિસ્ચાર્જ રેટ વધ્યો

recovery rate: ૧૫૦ જેટલા ઓકસીજન બેડની સુવિધા આજ રાત સુધીમાં વધશે

વડોદરા,06 મેઃ વિસ્તરણ કોરોના સારવાર સુવિધા તરીકે કાર્યરત સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલ ખાતે થી બે આનંદદાયક ખબર મળી છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે અહીંની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સંકેત આપ્યો કે અહી સારવાર લેનારાઓમાં રિકવરી(recovery rate) અને ડિશચાર્જ રેટ વધી રહ્યો છે.

Whatsapp Join Banner Guj


અહીં આજે અંદાજે વધુ ૧૫૦ બેડ પર ઓકસીજન ફલો મીટર બેસાડવામાં આવી રહ્યાં છે અને આજ રાત સુધીમાં આ નવા ઓકસીજન બેડ કાર્યરત થઇ જવાની શક્યતા છે. આ સુવિધા ખાતે હાલમાં ૫૦૨ દાખલ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.ટ્રાન્સફર અને રેફરલ સિસ્ટમ હેઠળ અહીં દરરોજ ૬૦ થી ૭૦ નવા દર્દીઓ દાખલ થવાને પગલે સયાજી અને ગોત્રી હોસ્પિટલોમાં ભીડ ઘટાડી સારવાર વ્યવસ્થાપન સરળ બન્યું છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

બેઇન સર્કિટ(Bain circuit): કોરોનાના નવા રોગને નાથવામાં ઉપયોગી જૂનો ઈલાજ- વાંચો વિગતે આ સારવાર વિશે