Rishikesh patel

Rishikesh Patel On Ayurvedic Syrup: આયુર્વેદિક સીરપની આડમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વ્યક્તિઓને છોડવામાં આવશે નહીં- ઋષિકેશ પટેલ

Rishikesh Patel On Ayurvedic Syrup: રાજ્યમાં કોઇપણ પ્રકારના કેફી પદાર્થોના વેંચાણ માટે પરવાનગી અપાઇ નથી‌: ઋષિકેશ પટેલ

ગાંધીનગર, 30 નવેમ્બરઃ Rishikesh Patel On Ayurvedic Syrup: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખેડા જિલ્લાના નડિયાદમાં આયુર્વેદિક સીરપને લગતી ઘટના સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્યમાં કોઇપણ પ્રકારના કેફી પદાર્થોના વેંચાણ માટે પરવાનગી અપાઇ નથી‌. આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે પરવાના લેવા ફરજિયાત છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, નડિયાદમાં થયેલ ઘટનામાં આયુર્વેદ પદાર્થમાં કોઈ અન્ય કેમિકલની મિલાવટ હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે. જે રાજ્ય બહાર થી આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે.

આ ઘટનાક્રમની જાણ થતાં પોલીસ વિભાગે તપાસ હાથ ઘરી છે. વધુંમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનામાં આયુર્વેદ દવા સાથે અન્ય ઝેરી હાનિકારક કેમિકલની ભેળસેળ થઇ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે જેને વધું તપાસ માટે FSL માં મોકલ્યું હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

આ પણ વાંચો… Moong Dal Pakoda Recipe: ડુંગળી કે બટેટા નહીં આ વખતે ટ્રાય કરો મગની દાળના પકોડા, નોંધી લો રેસિપી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો