Rishikesh Patel

Rishikesh Patel Statement: કોવિડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાત પાયા વિહોણી અને સત્યથી વેગળીઃ ઋષિકેશભાઈ પટેલ

Rishikesh Patel Statement: રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી: ઋષિકેશભાઈ પટેલ

ગાંધીનગર, 05 ફેબ્રુઆરીઃ Rishikesh Patel Statement: આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે કોવિડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે.એન.૧ વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે.એન.૧ વેરિયેન્ટ જણાવ્યું કે, ૩૧/૧/૨૪ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં ૮૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આરોગ્યની ટીમોએ દ્ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે. તેમના કોન્ટેકમાં આવેલ તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર” ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અધતન સારવાર આપવામા આવે છે. રાજ્યમાં કોવિડ-૧૯ ટેસ્ટિંગ માટે ૨૦૭ લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી ૧૧૧ સરકારી અને ૯૬ ખાનગી લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે.

તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાને શું કરવું શું ન કરવું તે અંગે પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી છે.

આ પણ વાંચો… Cochlear Implant Surgery: ગુજરાતમાં વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ સુધીમાં ૩૦૧૮ બાળકોનું વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો