Rishiraj Singh

Rishiraj singh: દાંતા તાલુકા માટે ગર્વની વાત; 14 વર્ષની ઉંમરમાં રિશિરાજસિંહએ કર્યો આ મોટો કારનામો…

Rishiraj singh: 14 વર્ષની ઉંમરમાં એપ બનાવવા વાળો રિશિરાજસિંહ પ્રથમ વિદ્યાર્થી

અંબાજી, 17 એપ્રિલ: Rishiraj singh: બનાસકાંઠાનો રહેવાસી રિશિરાજસિંહ પુષ્પેન્દ્રસિંહ રાઠોડ જેનુ મૂળ વતન રાજસ્થાન છે. જન્મ દાંતા ખાતે થયેલો છે, અને મિડલ ક્લાસ ફેમિલી નો છે. ભણવામાં અને કઈક નવું કરવાનો મને શોખ છે.કોરોના દરમ્યાન મને મોબાઈલ થી ટાઇમપાસ કરવાનો ચાન્સ મળતો,

પેરેન્ટ્સ મોબાઈલ વધુ આપતા ન હતા. પરંતુ જ્યારે-જ્યારે તે મોબાઈલ આપતા ત્યારે ધીરે ધીરે મે ટેકનિકલ લાઈનમાં કઈક નવું કરવાનું વિચાર્યું.ને કંઈક એવું કરવું હતું જે આજ સુધી કોઈએ કર્યું ન હતું. સાથે-સાથે આજનું ભણતર જે મોંઘુ થઈ રહ્યું છે, ગરીબ બાળકો પાસે નવી ટેકનોલોજીથી ભણવાના પૈસા નથી.

પહેલેથી જ અમુક એપ્સ મોટી મોટી કંપની દ્વારા બનાવવામાં આવેલી હતી, તેમાં બહુ એડ હતી, અને અમુક માં એપ્સ માં પૈસા માંગતા હતા. તેથી મે ગરીબ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક એજયુકેશનલ એપ બનાવવાનો વિચાર કર્યો,અને મને 4 વર્ષ પછી મને સફળતા મળી. આના માટે કોઈ પણ કમ્પ્યુટર કોર્ષ કરેલ નથી. મે આ પોતાની જાત મહનતથી જ શીખ્યું છે.

આ એપ બનાવવામાં જ્યાં ભણ્યો ત્યાંની સ્કૂલ વિદ્યા વિહાર દાંતાની ATL લેબમાંથી પણ ફાયદો થયો અને મે યુથ વિદ્યાકુલ માં ઓનલાઇન ધોરણ 9 અને 10 એમ 2 વર્ષ અભ્યાસ કર્યો ત્યાંના સરે આને ખૂબ સપોર્ટ કર્યો. એમને કીધું કે તારે ધોરણ 10 ના બોર્ડ માં ઓછા ટકા આવી જસે તો ચાલશે,પણ આની પ્રેક્ટિસ ના છોડતો.મારી એપ શ્રેષ્ઠી મા વિડિયો લેક્ચર યુથ વિદ્યાકુલ દ્વારા પ્રોવાઇડ કરાવવામાં આવ્યા છે.

આ એપમાં થોડી ટેકનિકલ ખામી સર્જાતા રિશિરાજસિંહ નિરાશ થઈ ગયો પરંતુ તેણે મહેનત ચાલુ રાખી.ટેકનિકલ કંપનીને આ બાબતે જાણ કરી તો તેમણે કહ્યું કે 1 લાખથી 3 લાખ રૂપિયામાં આનું સોલ્યુશન કરવા માટે માગ્યા,આટલી મોટી રકમ મારા પેરેંટ્સ આપી શકે તેવી અમારી કન્ડીશન ન હતી તેથી રિશિરાજસિંહ નર્વસ થઈ ગયો.એને એવું લાગ્યું કે પોતાનુ સ્વપ્ન અધૂરું રહી જશે.પરંતુ મહેનત ચાલુ રાખી અને છેલ્લે હું સક્સેસ થઈ ગયો.

આ એપ ધોરણ 6 થી 10 માટે છે..આ એપ હાલ sresthi.yolasite.com પરથી ડાઉનલોડ કરી શકાય છે અને ટૂંક સમયમાં પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. દાંતા તાલુકા માટે ગર્વની વાત છે કે 14 વર્ષની ઉંમરમાં એપ બનાવવા વાળો રિશિરાજસિંહ પ્રથમ વિદ્યાર્થી છે

આ પણ વાંચો: World heritage day: વર્લ્ડ હેરિટેજ ડે કેમ ઉજવાય છે? અહીં જાણો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો