run

Run for Unity: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

Run for Unity: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

  • Run for Unity: એક ભારત શ્રેષ્ઠ ભારત – દોડશે અમદાવાદ, જોડશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન થયું
  • ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિ
  • ૪.૨ કિલોમીટરની દોડમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

અમદાવાદ, 31 ઓક્ટોબર: Run for Unity: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.

Increase heart attack in Gujarat: મનસુખ માંડવિયાનું મહત્વનું નિવેદન; કોરોના બાદ હાર્ટ એટેકના કેસમાં થયો છે વધારો?

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.

સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ ૪.૨ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૭૦૦૦થી વધુ લોકો જોડાયા હતા.

આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સર્વ ધારાસભ્ય તેમજ તમામ કાઉન્સિલર અને અન્ય મહાનુભાવોએ, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો