girls run

National Unity Day: રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે એકતા ખૂબ જ જરૂરી: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

National Unity Day: ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીને ગૃહ રાજ્ય મંત્રીએ લીલી ઝંડી આપી

ગાંધીનગર, 31 ઓક્ટોબર: National Unity Day: ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી સહભાગી થતાં ગૃહ રાજ્ય મંત્રી, વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

આજે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) નિમિત્તે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ પાસેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી હતી અને રન ફોર યુનિટીમાં સહભાગી થયા હતા.

રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે એકતા ખૂબ જ જરૂરી છે તેમ જણાવી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશના તમામ નાગરિકો નાત-જાત-ધર્મથી પર રહી એક થઈ, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને અપનાવશે ત્યારે વૈશ્વિક ફલક ઉપર ભારત સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે.

Run for Unity: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી

ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું કે, અખંડ ભારતનો સ્વપ્ન સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું અને તેને સાકાર પણ કર્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સશક્ત ભારતનું સ્વપ્ન જોયું અને આજે તે સાકાર પણ થઈ રહ્યું છે.

ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે ઉજવી રહ્યો છે. નાગરિકોમાં એકતા વધે અને રાજ્યમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં વિવિધ સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

National Unity Day, harsh sanghavi

National Unity Day: ગાંધીનગર ખાતેના આ રન ફોર યુનિટી કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, કલેકટર, ગાંધીનગર રેન્જ આઈ.જી, પોલીસ અધિક્ષક, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહાનુભાવો, બીએસએફ અને સીઆરપીએફના પોલીસ જવાનો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અને યોગ બોર્ડના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત ૫૦૦૦ થી વધુ નાગરિકો રન ફોર યુનિટીમાં સહભાગી થયા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો