Sammed shikhar update

Sammed shikhar update: આવતી કાલે સમ્મેદ શીખરના અગ્રણીઓ ગુજરાતના સીએમ અને ગૃહમંત્રી સાથે બેઠક કરશે

Sammed shikhar update: સમ્મેદ શીખરના અગ્રણીઓ આવતી કાલે દિલ્હીથી ગુજરાત આવશે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરશે

અમદાવાદ, 05 જાન્યુઆરી: Sammed shikhar update: પાલિતાણા જૈન વિવાદ મામલે કલેક્ટરની અધ્યક્ષતામાં આવતી કાલે બેઠક મળશે. ખાસ કરીને સમ્મેદ શીખરના અગ્રણીઓ આવતી કાલે દિલ્હીથી ગુજરાત આવશે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ બેઠક કરશે તેવી વિગતો સામે આવી છે.

શેત્રુંજય મહાતીર્થમાં તોડફોડની ઘટના બાદ સમગ્ર દેશમાં જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે સરકારે ટાસ્ક ફોર્સની રચના કરી ત્યાં પોલીસ ચોકી બનાવવાનું નક્કી કર્યું હતું. જૈન તીર્થધામ પાલિતાણામાં અસામાજિક પ્રવૃતિ સહિતના મુદ્દાને લઈને જૈન સમાજનો રોષ મોટી રેલી સ્વરુપે જોવા મળ્યો હતો. 

ત્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટી બનાવવામાં આવશે તેવા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીથી સમ્મેદ શીખરના અગ્રણીઓ ગુજરાત આવતી કાલે આવી રહ્યા હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. સીટમાં કોના નામો સામેલ કરવામાં આવશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા છે ત્યારે આવતી કાલે બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક બાદ સીટના નામો જાહેર થશે. આ ઉપરાંત અગ્રણીઓની સીએમ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં પણ બેઠક મળશે.

ઉલ્લેખનીય છે કે, આજે હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ કહ્યું કે, ટાસ્ક ફોર્સના સભ્યોના નામ જાહેર કરવામાં આવશે, ધાર્મિક સ્થાનો પર કાયદો વ્યવસ્થા જળવાશે, આગામી સમયમાં પોલીસ ચોકી અને ટાસ્ક ફોર્સ ત્યાં મુકાશે.

જૈન સમાજ દ્વારા જે માંગ છે તે બાબતે પણ આગામી સમયમાં તપાસ કરાઈ નિર્ણય લેવાશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, તોડફોડ કરનારની ધરપકડ કરી દેવામાં આવી છે. ખાસ કરીને જૈનો દ્વારા આ મામલે ભારે વિરોધ કરાતા રેલીઓ પણ શહેરોમાં કરાઈ હતી. 

આ પણ વાંચો: Employee fired at the manager: નોકરીમાંથી કાઢી મૂક્યો તો ઓફિસમાં ઘૂસીને છાતીમાં મારી ગોળી, વાંચો સમગ્ર મામલો…