aap sanjay singh

Sanjay Singh Guajarat visit: ‘આપ’ સંજય સિંહની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી

Sanjay Singh Guajarat visit: ‘આપ’ રાજ્યસભા સાંસદ સંજય સિંહ કાર્યકર્તા અધિવેશનમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચ્યા

  • Sanjay Singh Guajarat visit: સંજય સિંહએ પ્રદેશના પ્રમુખ નેતાઓ સાથે મળીને આવનારી લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠકમાં ભાગ લીધો.
  • સંજય સિંહની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી તથા આગામી રણનીતિ બનાવવામાં આવી.
  • ગુજરાતના છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી કઈ રીતે પહોંચવું તેના ઉપર પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી.

અમદાવાદ, 16 સપ્ટેમ્બર: Sanjay Singh Guajarat visit: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા તથા રાજ્યસભા સાંસદ સંજય સિંહ શનિવારે સવારે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ આવનારી લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા પહુંચ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની સાથે સાથે ગુજરાત પ્રદેશના પ્રમુખ નેતાઓ, કાર્યકારી અધ્યક્ષો, તમામ પાંચ ધારાસભ્યો અને પ્રદેશ સ્તરના સંગઠન મંત્રીઓ હાજર રહ્યા હતા.

આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણી માટે જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને આજની સમીક્ષા બેઠકમાં લોકસભાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી.

આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરવા માટે વધુ કયા અસરકારક પગલાં લેવા, તેની પણ રણનીતિ બનાવવામાં આવી હતી. ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા લેવલે વધુ મજબૂત ટીમ બનાવવી તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. 2022ની ચૂંટણીમાં ગુજરાતના લાખો લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હતો અને તેના કારણે આજે ગુજરાત વિધાનસભામાં પાર્ટીના પાંચ ધારાસભ્યો છે.

Busy Life: સવાર પડી નથી કે “ઊઠો, જાગો અને રાત ન પડે ત્યાં સુધી મંડ્યા રહો!”

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ દરેક સ્તરે સંગઠનની મજબૂત બનાવવામાં કાર્યરત હતી અને આ તમામ સંગઠનની સમીક્ષા કરવામાં આવી. સાથે સાથે ગુજરાતના જે મુદ્દાઓ છે તે દરેક મુદ્દા ઉપર પણ રણનીતિ બનાવીને કઈ રીતે ગુજરાતના છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી પહોંચવું તેના ઉપર પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો