Narmada Dam Update: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના પાવન જળરાશિ ના વધામણાં જળ પૂજન કરીને કર્યા
Narmada Dam Update: સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળરાશિ ના વધામણાં જળ પૂજન કરીને કર્યા હતા.
નર્મદા, 17 સપ્ટેમ્બર: Narmada Dam Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના જન્મ દિવસ ના અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના આ મંગલ પ્રસંગે મુખ્યમંત્રી રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે વડાપ્રધાનને સમગ્ર ગુજરાત ની જનતા જનાર્દન વતી જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી.
Busy Life: સવાર પડી નથી કે “ઊઠો, જાગો અને રાત ન પડે ત્યાં સુધી મંડ્યા રહો!”
મુખ્યસચિવ રાજકુમાર અને મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ આ વેળાએ સહભાગી થયા હતા.
Advertisement