Saputara bus accident

Saputara bus accident: પ્રવાસેથી પાછા ફરતી વખતે સુરતના એક ક્લાસિસની મહિલાઓની બસ ખીણમાં ખાબકી, 2ના મોત

Saputara bus accident: તમામ ઇજાગ્રસ્તોને સામ ગહાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

સુરત, 10 જુલાઇઃSaputara bus accident: ડાંગના સાપુતારા નજીક ખીણમાં બસ ખાબકવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે. આ બસમાં સુરતના શ્યામ ગરબા ક્લાસિસની 50 જેટલી મહિલાઓ સાપુતારા ટ્રીપમાં ગઈ હતી. ત્યાંથી પાછા વળતી વેળા દુર્ઘટના સર્જાઈ હતી. તેમની બસ સાપુતારાથી થોડે દૂર ખીણમાં ખાબકી છે. આ ઘટનાના પગલે તંત્ર સહિત આસપાસના ગામના લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ છે. ઉલ્લેખનીય છે કે, તમામ ઇજાગ્રસ્તોને સામ ગહાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.

પ્રાથમિક તપાસમાં મળતી માહિતી પ્રમાણે, સુરતના અડાજણ વિસ્તારમાંથી ગરબા ક્લાસિસમાં જતી મહિલાઓ દ્વારા ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. 50 જેટલા મુસાફરો સાથે ખાનગી બસમાં સાપુતારા પ્રવાસે નીકળ્યા હતા. ત્યારે સાપુતારાથી પરત ફરતી વખતે અકસ્માત થયો હોવાની વિગત સામે આવી છે. સાપુતારાથી સાંજના સમયે નીકળતી વખતે ડાંગ પાસે એક ખીણમાં બસ નીચે ઉતરી જતા બસમાં સવાર મુસાફરોને ઇજા થઇ હતી.

ગરબા ક્લાસિસમાં એકત્રિત થઈને મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. મુસાફર મહિલાઓને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતની ઘટના સામે આવતાની સાથે આસપાસ ગામના લોકોને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કરવાની શરૂઆત કરી દીધી હતી. ડાંગ વિસ્તારમાં અકસ્માત થયો હોવાને કારણે સંપર્ક કરવામાં પણ મહિલાઓને ઘણી મુશ્કેલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ Cloudburst Effect: કાશ્મીર-હિમાચલમાં વાદળ ફાટવાથી અનેક મકાનો, દુકાનોને ભારે નુકસાન- મહારાષ્ટ્રમાં 4ના મોત- વાંચો ક્યા રાજ્યમાં શું છે સ્થિતિ?

ગરબા ક્લાસીસમાં શ્રિઘલબેને જણાવ્યું હતું કે, સાપુતારાથી પરત ફરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. તમામને હાલ સાપુતારાની હોસ્પિટલમાં ખસેડ્યા છે. 3 જેટલી મહિલાની હાલત ગંભીર છે. જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયા છે. બસનું ટાયર ફાટવાના કારણે આ અકસ્માત થયો હતો.

સુરતથી ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલી બસ ખીણમાં ખાબકી હતી. સાપુતારા જતા આ ગોઝારો વળાંક અનેક અકસ્માતોને નોતરે છે, ત્યારે ફરી વાર ખાનગી બસ સાથે અકસ્માત થતા સ્થાનિકો બચાવ કામગીરીમાં દોડી આવ્યા હતા. અકસ્માતમાં જાનહાનિ ના કોઇ અહેવાલ નથી. હાલ અકસ્માત થવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. દુર્ઘટનામાં ઇજા પામેલા લોકોને સાપુતારા તેમજ સામગહાંન હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા છે.

સુરતના 50થી વધુ પ્રવાસીઓ ભેરલ બસ સાપુતારા માલેગાંવ ખીણમાં ખાબકી હોવાની માર્ગ મકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીએ વોઇસ મેસેજ મારફત માહિતી આપી છે અને સાપુતારા નજીકના તમામ કાર્યકરોને મુસાફરોની મદદે પહોંચવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Devshayani Ekadashi 2022: 117 દિવસ સુધી યોગ નિદ્રામાં કેમ રહે છે ભગવાન વિષ્ણુ- વાંચો આ રોચક તથ્ય

Gujarati banner 01