cow on road

Satellite builder & resident Issue: સેટેલાઈટમાં સોસાયટીના રહીશો પાછળ બિલ્ડરે ગાયો દોડાવી, જાણો શું છે આ મામલો

Satellite builder & resident Issue: સોસાયટીનો 35 વર્ષથી પણ કબજો હોવાનો પણ દાવો છે. બિલ્ડરે અગાઉ પ્લોટ ખરીદ્યો હોવાનો પણ દાવો છે.

અમદાવાદ, 18 મે: Satellite builder & resident Issue: અમદાવાદમાં બિલ્ડર દ્વારા સ્થાનિકોને હેરાન કરવાની સ્થાનિકોએ ફરીયાદ કરી છે. સેટેલાઈટ પાર્ક સોસાયટી બહાર રહેલા કોમન પ્લોટનો વિવાદ સામે આવ્યો છે. સોસાયટીના રહીશોની પાછળ બિલ્ડર દ્વારા ગાયો દોડાવવાનો આરોપ લાગ્યો છે. 

સોસોયટીનું સત્તા પક્ષ કે પોલીસ પણ ના સાંભળતું હોવાનો પણ સોસોયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે. પ્લોટની જગ્યાના વિવાદને લઈને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સોસાયટીનો 35 વર્ષથી પણ કબજો હોવાનો પણ દાવો છે. બિલ્ડરે અગાઉ પ્લોટ ખરીદ્યો હોવાનો પણ દાવો છે. સ્થાનિકોને (Satellite builder & resident Issue) પ્લોટમાંથી હટાવવા માટે ગાયોને દોડાવવામાં આવી રહી છે. જેથી સ્થાનિક સોસાયટીના લોકો દ્વારા આ આરોપ લગાવવામાં આવી રહી છે.  ત્યારે અત્યારે સોસાયટીના રહીશો બિલ્ડરના આ પ્રકારની હેરાનગતીના કારણે પરેશાન થઈ રહ્યા છે.

અમદાવાદમાં જમીનોના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે જમીનોના કારણે બિલ્ડરો પણ જમીનો છોડતા નથી તો કેટલાક કિસ્સાઓ કોર્ટ સુધી પણ પહોંચતા હોય છે તો કેટલાક કિસ્સાઓમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પણ ગુનો નોંધવામાં આવી રહ્યો છે. ત્યારે સેટેલાઈટ વિસ્તારમાં આ અલગ જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાયો દોડાવી લોકોને પરેશાન કરવાની વાત સામે આવી છે. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Contactless Panipuri: અમદાવાદમાં લાઈવ પાણીપુરી મશીન લોન્ચ,જાતે બનાવો અને માણો

Gujarati banner 01