vaccine

Vaccine Booster dose: વિદેશ જનારા નાગરિકોને કોવિડ – 19 ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

Vaccine Booster dose: 18 થી 59 વર્ષનાં નાગરિકોને ખાનગી હોસ્‍પિટલોમાં બુસ્‍ટ૨ ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે. જે માટે કોવિડ-19 ૨સીનો બીજો ડોઝ લીધાને 9 માસ (39 અઠવાડિયા) પુર્ણ કર્યા હોવા જરૂરી છે.

વલસાડ, 18 મે: Vaccine Booster dose: વલસાડ જિલ્લામાં હાલ કોવિડ – 19 ૨સીક૨ણનો બુસ્‍ટર (પ્રિકોશન) આપવામાં આવી રહ્યો છે. જેમાં 60 વર્ષથી ઉ૫૨ના (વર્ષ 1962 પહેલાં જન્‍મેલા હોય) / હેલ્‍થ કેર વર્ક૨/ ફ્રન્‍ટ લાઇન વર્ક૨ છે એવા લાભાર્થીઓ નજીકનાં પ્રા.આ.કેન્‍દ્રો/ અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે બુસ્‍ટ૨ (પ્રિકોશન) ડોઝનો લાભ લઈ શકે છે. તથા 18 થી 59 વર્ષનાં નાગરિકોને ખાનગી હોસ્‍પિટલોમાં બુસ્‍ટ૨ ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે. જે માટે કોવિડ-19 ૨સીનો બીજો ડોઝ લીધાને 9 માસ (39 અઠવાડિયા) પુર્ણ કર્યા હોવા જરૂરી છે.

સ૨કા૨ની નવી ગાઈડલાઈન મુજબ જે લોકો વિદેશમાં ભણવા, નોકરી ક૨વા, ખેલ કુદમાં ભાગ લેવા, બીઝનેસ (ધંધા) માટેના હેતુથી વિદેશ જવાના હોય એવા નાગરિકો કોવિડ રસીનો બીજો ડોઝ લીધા પછી 90 દિવસ પુર્ણ થયે બુસ્‍ટ૨ (પ્રિકોશન) ડોઝ લઇ શકશે. 18 વર્ષથી ઉ૫૨ના અને 60 વર્ષથી નીચેની વયના (વર્ષ 2004 અથવા તે પહેલાં અને વર્ષ 1963 સુધી જન્‍મેલા) નાગરિકો જિલ્લાની 6 જેટલી ખાનગી હોસ્‍પિટલોમાં બુસ્‍ટર (પ્રિકોશન) ડોઝ લઇ શક્‍શે.

આ વયજૂથનાં નાગરિકાને સ૨કા૨ની માર્ગર્દાર્શકા મુજબ નક્કી કરેલ દરે ૨સી આપવામાં આવશે. આ માટે લાભાર્થીએ તેમનું છેલ્લું રસીક૨ણ પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે. વલસાડ જિલ્લા ખાતે 18 વર્ષથી 59 વર્ષનાં વય જુથની વ્‍યક્‍તઓ માટે -કિોશન (બુસ્‍ટ૨) ડોઝ માટેનાં કોવિડ -19 ખાનગી રસીકરણ કેન્‍દ્રોની વિગતો

  • કસ્‍તુરબા હોસ્‍પિટલ વલસાડ મો.નં.9173235569,
  • અમિત હોસ્‍પિટલ-વલસાડ મો.નં.9825130393,
  • શ્રેયસ હોસ્‍પિટલ-વાપી મો.નં.9998008005,
  • હરિયા હોસ્‍પિટલ-વાપી માો.નં.9825037502
  • નાડકર્ણી હોસ્‍પિટલ-વાપી મો.નં.9879541339
  • કોવીશીલ્‍ડ તેમજ શેલ્‍બી હોસ્‍પિટલ-વાપી મો.નં.9874355588 ખાતે કોવીશીલ્‍ડ અને કોવેકસીન રસી ઉપલબ્‍ધ રહેશે.

કોવિડ-19 રસીકરણ કેન્‍દ્રોની યાદી જિલ્લા પંચાયતની વેબસાઇટ https://valsaddp.gujarat.gov.in ઉપર દૈનિક ધોરણે ઉપલબ્‍ધ કરવામાં આવે છે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો..Contactless Panipuri: અમદાવાદમાં લાઈવ પાણીપુરી મશીન લોન્ચ,જાતે બનાવો અને માણો

Gujarati banner 01