School rickshaw overturned in Jetpur: જેતપુરમાં આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું, એકની જોરદાર ટક્કરથી બાળકોથી ભરેલી સ્કૂલ રિક્ષા પલટી

School rickshaw overturned in Jetpur: હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત રખડતાં ઢોર મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટ, 05 જાન્યુઆરી:School rickshaw overturned in Jetpur: જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં આજે આખલાઓનો આંતક સામે આવ્યો છે. આખલાઓ વચ્ચે જાહેર રસ્તા પર યુદ્ધ જામ્યુ હતું. દરમિયાન આખલાઓ બાળકોને લઈ જતી સ્કૂલ રિક્ષા સાથે અથડાયા હતા. આથી સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે રિક્ષામાં બેઠેલા બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકોને નજીકની હોસ્ટિપલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવમાં કેદ થઈ હતી. 

આખલાઓએ આ સ્કૂલ રિક્ષાને અડફેટે લેતા રિક્ષા પલટી

ગુરુવારે સવારે ટાકુડીપરા વિસ્તારમાં જાહેર રસ્તા પર બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા. આ યુદ્ધ દરમિયાન રસ્તા પરથી બાળકોથી ભરેલી એક સ્કૂલ રિક્ષા પસાર થઈ રહી હતી. જોકે આખલાઓએ આ સ્કૂલ રિક્ષાને અડફેટે લીધી હતી, જેથી રિક્ષા પલટી મારી હતી. આ ઘટનામાં બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. 

આ પણ વાંચો:-Ayodhya ram mandir big decision: રામલલાના અભિષેકની આવી તારીખ, મૂર્તિને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો

રખડતાં ઢોર મામલે હાઈકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી છે

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ દોડી આવ્યા હતા અને સ્કૂલ રિક્ષાને સીધી કરી રહતી. જ્યારે રિક્ષામાંથી ઇજાગ્રસ્ત બાળકોને કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી રાજ્યમાં રખડતાં ઢોરોનો ત્રાસ સતત વધી ગયો છે. રખડતાં ઢોરોના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત રખડતાં ઢોર મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તેમ છતાં પણ રસ્તાઓ પર રખડતાં ઢોરોનો આંતક હાલ પણ યથાવત છે. 

રાજકોટમાં રખડતા ઢોર અંગે જાહેરનામું બહાર પડાયું હતું

રાજકોટમાં રખડતાં ઢોરને પકડવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઢોર પકડ પાર્ટીની કામગીરીમાં કોઈ દખલગીરી ન થાય તે માટે સ્થાનિક પોલીસનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે. થોડા દિવસ અગાઉ શહેરમાં પશુપાલકોને પોતાના પશુનું ફરજિયાત રજિસ્ટ્રેશન અને જાહેર રસ્તા પર ઘાસચારો નહીં વેચવાનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *