school student edited

સ્કૂલો(School) બાબતે સરકારનો મોટો નિર્ણયઃ 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 11ના વર્ગો થશે શરુ

School

ગાંધીનગર, 13 ફેબ્રુઆરીઃ રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થયા બાદ હવે તમામ પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના વર્ગો શરૂ થવા જઇ રહ્યા છે. આગામી 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8ના વર્ગો ફરીથી શરૂ થશે. શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ સરકારે જાહેર કરેલી એસઓપીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

Whatsapp Join Banner Guj

જો કે શાળા(School)ઓ દ્વારા બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનું રાબેતા મુજબ ચાલુ રહેશે. અંદાજે 11 મહિના બાદ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના વર્ગો શરૂ થવાની જાહેરાત થતાં બાળકો તેમજ વાલીઓમાં આનંદ છવાઇ ગયો છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, મહત્વનું છે કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થયા છે. જેમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. બીજી તરફ 8 ફેબ્રુઆરીથી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો પણ શરૂ થયા છે.

આ પણ વાંચો..

રાજ્સયભા(Rajyasabha)માં નાણાંમંત્રી બજેટને લઇને આપ્યું મહત્વનું નિવેદન, સાથે જ વિપક્ષને આપ્યા જવાબ