660 16 edited

ગુજરાતના આ એક જિલ્લાએ જાહેર કર્યું 7 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન(self lockdown)- વાંચો વિગતે માહિતી

પાટણ,18 એપ્રિલ :કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ ગુજરાત સરકારે કોઈ લોકડાઉન લગાવ્યું નથી, પણ સલામતીના  ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારો, ગામડા, વેપારી સંગઠનો, સમાજ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) લગાવવામાં આવી રહ્યું છે. સાથે જ લોકો હવે તેની ગંભીરતા પણ પારખી ચૂકયા છે. જેથી તેના નિયમોને પણ અનુસરે છે. આવામાં ગુજરાતમાં કોઈ જિલ્લાએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યુ હોય તેવી પહેલી ઘટના સામે આવી છે. પાટણ જિલ્લામાં મંગળવાથી 7 દિવસનું લોકડાઉન લાગુ થવાનું છે.

self lockdown

પાટણ શહેર સહિત જિલ્લામાં 7 દિવસનુ લોકડાઉન જોહાર કરાયું છે. મંગળવાર સવારથી પાટણ જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) લાગુ કરાશે. જિલ્લા કલેક્ટર, SP, વેપારી અને તબીબો સાથેની બેઠક બાદ આ મહત્વનો નિર્ણય ગઈકાલે લેવાયો છે. જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવાયો છે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં લોકો માત્ર જીવન જરૂરિયાતી વસ્તુ લેવા માટે જ બહાર નીકળી શકશે. આ લોકડાઉન મંગળવાર 20 એપ્રિલથી લાગુ કરાશે. કોરોના વકરતા સ્થાનિક લોકોએ બંધ પાળવાનું નક્કી કર્યું છે. જોકે, આ માટે બે દિવસ પૂર્વે લોકોને સમય અપાયો છે, જેથી તેઓ જરૂરી કામ પતાવી લે. 

self lockdown

ઉલ્લેખનીય છે કે, સમગ્ર પાટણ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં 1118 જેટલા કેસ નોંધાયા છે. પાટણની સ્થિતિ દિવસને દિવસે બગડતી જઈ રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પાટણ જિલ્લાની મુલાકાત કરીને પરિસ્થિતિ નિહાળી હતી. તેથી હવે પરિસ્થિતિ કાબુ બહાર ન થાય તે માટે લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન (self lockdown) નો રસ્તો અપનાવ્યો છે. આ માટે લોકોને બે દિવસમાં ખરીદી કરવાનો સમય અપાયો છે. સાથે જ જિલ્લા કલેક્ટરે સોમવારે બજારોમાં ભીડ ન કરવા પણ અપીલ કરી છે. લોકડાઉન દરમિયાન લોકોને તમામ જીવન જરૂરિયાતી વસ્તુઓ મળી રહેશે તેવી ખાતરી અપાઈ છે.  

આ પણ વાંચો….

ICC T20 World Cup 2021માટે ભારત આવશે પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ક્રિકેટર્સને મળશે વિઝા