Sewing machine

Sewing machine: જામનગરમાં રાજ્યમંત્રી જાડેજાના હસ્તે બહેનોને સિલાઈ મશીન વિતરણ કરાયા

Sewing machine: સમાજના દરેક વ્યક્તિને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ: રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૨ જૂન:
Sewing machine: શ્રી લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા જામનગરની ૫૦ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે બહેનોને સિલાઈ મશીન વિતરિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…જામનગરમાં યોજાયેલા સમુહલગ્નમાં એવું તે શું ખાસ હતું જાણો…

આ તકે રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, સમાજમાં રહેલી આવી સેવા સંસ્થાઓના નેજા હેઠળ સમાજના ઉત્થાન કાર્ય આદર્શ રીતે થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના માટે તો કાર્ય કરતું જ હોય છે પરંતુ સમાજ માટે મદદરૂપ થવું એ અત્યંત પ્રશંસાપાત્ર છે. વળી, રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સમાજના દરેક વ્યક્તિને આત્મનિર્ભર બનવા માટે કટિબધ્ધ છે. આ પ્રયાસોમાં સેવા સંસ્થાઓનું જોડાણ ‘સોને પે સુહાગા’ જેવું છે.

આ તકે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, નોબત દૈનિકના તંત્રી પ્રદિપભાઈ માધવાણી, વિનુભાઈ કોટક તથા શ્રી લોહાણા મહિલા સેવા સમાજ સંસ્થાના વડા સુલોચનાબેન તન્ના તથા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.