sadhu Shahi snan in Ambaji

Shahi snan in Ambaji: યાત્રાધામ અંબાજી માં સાધુસંતો મકરસંક્રાંતિ ના રોજ શાહી સ્નાન

Shahi snan in Ambaji: મકરસંક્રાંતિ ના રોજ શાહી સ્નાન માટે એક નવી પરંપરા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમ હરિદ્વાર,અલ્હાબાદ,પ્રયાગરાજ સહીત જૂનાગઢ માં જે રીતે સાધુસંતો નો મેળાવડો ભરાય છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 15 જાન્યુઆરી:
Shahi snan in Ambaji: યાત્રાધામ અંબાજી માં સાધુસંતો દ્વારા ગતવર્ષે મકરસંક્રાંતિ ના રોજ શાહી સ્નાન માટે એક નવી પરંપરા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમ હરિદ્વાર,અલ્હાબાદ,પ્રયાગરાજ સહીત જૂનાગઢ માં જે રીતે સાધુસંતો નો મેળાવડો ભરાય છે ને મકરસંક્રાંતિ ના દિવસે પ્રવિત્ર નદી ને કુંડ માં શાહી સ્નાન કરવામાં આવે છે તેવી જ પરંપરા અંબાજી માં પણ ગતવર્ષ થી શરુ કરવામાં આવી છે

આ વખતે બે મકરસંક્રાંતિ થતા આજે મકરસંક્રાંતિ ના શાહી સ્નાન કાર્યક્રમ ના પગલે અંબાજીમાં ઉમટી પડેલા સંતો મહન્તો ના પગલે સમગ્ર અંબાજી શહેર સંતમય બન્યું હતું આજે બપોરે અંબાજી માનસરોવર પાસે ભોલાગિરિ મહારાજ ની ધુણીએ થી ભગવાન શ્રી ગણેશ જી ની પાલખી યાત્રા સાથે ગુજરાત અને રાજસ્થાન સહીત ના વિવિધ વિસ્તારો માંથી અંબાજી ઉમટી પડેલા સાધુ સન્તો ને નાગા સાધુઓ ની વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેર માં નીકળી હતી પ્રારંભે ગૌ માતા નું પૂજન કરી.

Shahi snan in Ambaji

આ શોભાયાત્રા નો પ્રારંભ કરાયો હતો બેન્ડ ને બગી સાથે નીકળેલી શોભાયાત્રા અંબાજી થી 6 કિલોમીટર દુર કોટેશ્વર પહોંચી હતી જ્યાં કોટેશ્વર પરિષર પણ હરહર મહાદેવ ના નામ થી ધુજી ઉઠ્યું હતું જ્યાં સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશ જઈને ગૌ મુખ કુંડ માં પૂજા અર્ચન સાથે શાહી સ્નાન કરાવ્યું હતું ને ત્યાર બાદ તમામ સાધુઓ ગૌ મુખ કુંડ માં આસ્થા ની ડુપકી લગાવી શાહી સ્નાન કર્યું હતું.

શાહી સ્નાન ના (Shahi snan in Ambaji) આયોજન સહયોગી એ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિ ના રોજ સાધુસંતો નું પવિત્ર નદી કે કુંડ માં સ્નાન કરવાની વિશેષ મહત્વતા સાથે ની એક પરંપરા રહી છે ને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત માં આવું કોઈજ સ્થળ નહતું પણ ગતવર્ષે જે રીતે અંબાજી કોટેશ્વર માં ગૌમુખ કુંડ જ્યાં પવિત્ર સરસ્વતી નદી ના નીર વહે છે તેવા કુંડ માં ડુપકી લગાવી સંધુંસંતો એ એક નવી પરંપરા નો પ્રારંભ કરાવ્યો હતો ને આ પરંપરા આગામી વર્ષો માં પણ ચાલુ રહે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી

Nepal plane crash: નેપાળ વિમાન દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા; બચાવ કામગીરી ચાલુ

ગુજરાતમાં યોજાનારા 2036 ઓલિમ્પિક્સની પ્રારંભિક પૂર્વ તૈયારીઓની અમિતભાઈ શાહે સમીક્ષા કરી

જોકે અંબાજી ખાતે આજે નીકળેલી સાધુસંતો ની શોભાયાત્રા માં બટુક સંતો જે 8 થી 10 વર્ષ ના હતા તેઓ એ પણ સાધુસંત ના ભેખ માં જોડાતા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા ને સાધુસંતો વિવિધ તલવાર બાજી ને લાકડી ના કરતબો કરતા કોટેશ્વર પહોંચ્યા હતા .

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો