shutterstock 155806112

ચોંકવનારી ઘટનાઃ જજ પતિ સામે પત્નીએ નોંધાવી શારીરિક શોષણની ફરીયાદ, વાંચો સંપૂર્ણ અહેવાલ

shutterstock 155806112

અમદાવાદ, 25 જાન્યુઆરીઃ સામાન્ય રીતે કોઇ પણ ફરીયાદ ફાઇલ કરે તો તે આગળ કોર્ટમાં જજ સામે જાય અને જજ તેને ન્યાય અપાવે પરંતુ જજ વિરુદ્ધ જ ફરીયાદ કરવામાં આવે તો..? જી, હાં અમદાવાદ શહેરમાંથી એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જજ પતિ વિરુદ્ધ તેની પત્નિએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. અને મહિલા પોલીસમાં પણ ફરીયાદ નોંધાવી છે. જેમાં જજની પત્નિએ ફરીયાદમાં જણાવ્યું કે પતિ અશ્લિલ વીડિયો જોઈને બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા, સાથે સાથે માર-પીટ પણ કરતા હતા. પત્નિએ વધુ ગભીર આક્ષેપ લગાવતા જણાવ્યુ કે તેઓ માસિક દરમ્યાન પણ સંબધ બાંધતા હતા અને જો હું નાપડું તો અપશબ્દો બોલીને મારઝૂડ કરતા હતા સાથે સાથે માનસિક, શારિરીક ત્રાસ પણ આપતા હતા.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે જજની પત્નીએ જણાવ્યું કે બે બાળકોની માતા બન્યાના થોડા સમયબાદ પતિએ ફરીથી સબધ બાંધવા માટે ભારે જબરજદસ્તી કરી હતી. પરંતુ જજની પત્નીએ મક્કમતા પૂર્વક ના પાડતા પતિએ એ હદ સુધી મારઝૂડ કરી કે મહિલાના મણકા પણ ખસી ગયા હતા. અને સારવાર કરાવવી પડી છે. આ ઉપરાંત પરણિતાએ તેની સાસુ, સસરા અને નણંદ સામે પણ માનસિક ત્રાસની ફરીયાદ નોંધાવી છે. જ્યારે બીજી તરફ પતિએ પણ ફેમિલી કોર્ટમાં છુટા-છેડાની અરજી પણ દાખલ કરી છે. ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતો પતિ તેની મનમાની ન થાય ત્યારે દિવાલમાં ફેંટો મારવી, ખુરશી ટેબલ પર મુક્કા મારવા જેવી હરકતો કરતો હતો.

દરમિયાન ૨૦૨૦માં પરિણીતાએ બે બાળકોને જન્મ આપ્યો હતો જેમાં પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. તેમના પતિની રાજ્યના અન્ય શહેરમાં બદલી થઈ હતી. તે સમયે અઢી મહિના સુધી પત્ની માતાપિતાના ઘરે રોકાઈ હતી. પતિ અમદાવાદ આવતો ત્યારે શારીરિક સુખની માંગણી કરી પરેશાન કરતો હતો. અઢી મહિના બાદ સાસરીમાં જવાની વાત કરતા તેમના સાસુએ બે બાળકોને સાચવી શકે તો જ અહીંયા આવજે કેમકે અમે બધા નોકરી જતા રહીશું, એમ કહીને ઝઘડો કર્યો હતો.

GEL ADVT Banner

રજાના દિવસે પતિ આવતો હતો અને પોતાની ઈચ્છાઓ પુરી કરીને જતા રહેતા હોવાનું પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે. અશ્લિલ વીડિયો જોવાના શોખીન પતિ તે પ્રમાણે પત્નીને મજબુર કરી પરેશાન કરતો હતો. પતિએ છુટાછેડા માટે ફેમીલી કોર્ટમાં કેસ ફાઈલ કર્યો હતો તેની નોટીસ પણ પત્નીને મોકલી હતી. અંતે કંટાળીને પરિણીતાએ પતિ. સાસુ, સસરા અને નણંદ વિરૃધ્ધ મહિલા પુર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો…

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા, AIIMS કરવામાં આવ્યા દાખલ