Rang Setu Bridge 2

નર્મદા નદી પર નો શ્રી રંગ સેતુ પૂલ ભારે વાહનો માટે બંધ કરાયો

વડોદરા જતી એસ ટી બસ હવે દેવળીયા તિલકવાડા થઇ ને જશે.

પોઇચા પૂલ ને વારંવાર રીપેર કરવા બંધ કરવો પડે છે

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૦૭ નવેમ્બર: રાજપીપલા નજીક પોઇચા ગામ પાસે આવેલ નર્મદા નદી પર નો શ્રી રંગ સેતુ પૂલ પુનઃ એક વાર. . રિપેરિંગ ના કારણે ભારે વાહનો માટે બંધ કરવા માં આવ્યો છે. વર્ષ 2005 માં ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ મોદી એ જેનું લોકાર્પણ અને નામકરણ કર્યું હતું તે નર્મદા નદી પર નો શ્રી રંગ સેતુ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે

whatsapp banner 1

હલકી ગુણવત્તા ને કારણે આ અગાઉ પણ રિપૅરિંગ ના કારણોસર પોઇચા નો પૂલ વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. ત્યારે હવે પુનઃ પૂલ ના એક પિલ્લર ને નુકસાન થતા ભારે વાહનો માટે બંધ કરાયો છે હવે ભારે માલ વાહક વાહનો અને એસટી બસ ને. વડોદરા જવા વાયા દેવળીયા તિલકવાડા થઈને જવું પડશે આપૂલ પર થી રોજ ના બેહજાર થી પચ્ચીસો જેટલા વાહનો પસાર થાય છે

ત્યારે શરૂઆત થીજ પૂલ પર નું ભારણ વધતા સરકારે જે રીતે નર્મદા નદી પર ગરુડેશ્વર પાસે બીજો નવો પૂલ બનાવ્યો છે તે રીતે પોઇચા પાસે પણ બીજો પૂલ બનાવવાની ખાસ જરૂર છે તેને બદલે સરકારે કરજણ નદી પર રાજપીપલા સરકારી ઓવારા ની બાજુ માં બિનજરૂરી પૂલ બનાવ્યો છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા પ્રવાસીઓ ની આ પૂલ પર થી મોટી સંખ્યા માં અવર જવર અને મહારાષ્ટ્ર થી આવતા વાહનો નું ભારણ જોતા. પોઇચા પૂલ ની બાજુ માં બીજો પૂલ સરકારે સત્વરે બનાવવો જોઈએ તેવી લોક માંગ છે.