8866c706 ad02 41f6 8fe2 e0f843bd4c8a

Azadi ka amrit mahotsav: બ્રહ્માકુમારીઝ દ્વારા શરૂ કરેલ આ રાષ્ટ્રીય અભિયાનનું ગાંધીનગરમાં આગમન- વાંચો વિગત

Azadi ka amrit mahotsav: દેશના આ સાચા સેવાધારીઓની સેવા માટે બ્રહ્માકુમારીઝના સુરક્ષા સેવા પ્રભાગે એક વિશેષ અભિયાન શરૂ કરેલ છે

ગાંધીનગર, 21 નવેમ્બરઃAzadi ka amrit mahotsav: ભારત દેશ આઝાદીના ૭૫ વર્ષ અર્થાંત અમૃત મહોત્સવ ખૂબ જ ધૂમધામથી મનાવી રહ્યો છે. સમગ્ર દેશમાં અનેરા ઉમંગ ઉત્સાહથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.ત્યારે સર્વે દેશવાસીઓ ખૂબ જ આદર, સન્માન અને શ્રધ્ધા પૂર્વક- સેવા, સુરક્ષા અને સમર્પણ માટે કટિબધ્ધ એવા આપણા સુરક્ષા બળોનું યોગદાન અચૂક યાદ કરે જ. મિલીટરી, પેરા મિલીટરી અને પોલીસ જવાનોના બલિદાનોના કારણે દેશ, કેવળ બાહરના દુશ્મનોથી જ નહીં, પણ દેશની અંદરના અસામાજિક તત્વોથી પણ સુરક્ષિત છે.

દેશના આ સાચા સેવાધારીઓની સેવા માટે બ્રહ્માકુમારીઝના સુરક્ષા સેવા પ્રભાગે એક વિશેષ અભિયાન શરૂ કરેલ છે. જે અંતર્ગત સુરક્ષા બળોની આંતરિક શક્તિઓનો વિકાસ કરવાનું લક્ષ્ય છે કે જે વર્તમાન સમયના તેમના અનેક બાહ્ય પડકાર પર વિજય પ્રાપ્ત કરવાની ઘણી સહજ વિધિ છે. સમાજની બદલાતી પરિસ્થિતિઓના કારણે સુરક્ષા બળ પણ ચિતા, તણાવ અને ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યો છે. અભિયાનનું લક્ષ્ય છે કે આપણા બહાદુર સિપાહીઓ આવી નકારાત્મકતાથી દૂર રહે. તેમના જીવનમાં સુખ, શાંતિ બની રહે. કે જેથી દેશની સુરક્ષાનું મહાન કર્તવ્ય તેઓ અનેરી ઉર્જા સાથે નિભાવી શકે. વાસ્તવ માં સુરક્ષા બળોનું સુસ્વાસ્થ્ય જ રાષ્ટ્રની સૌથી મોટી સંપદા છે.

આ પણ વાંચોઃ Spirit 2021 : જીટીયુ દ્વારા ખેલ મહોત્સવનો શુભારંભ, જુદી-જુદી 30 રમતોમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

 બ્રહ્માકુમારીઝની સુરક્ષા સેવા પ્રભાગ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ-અમૃત મહોત્સવ તળે દેશના સુરક્ષા બળો માટે ‘આત્મ-સશક્તિકરણ થી રાષ્ટ્ર-સશક્તિકરણ’ વિષય પર કાર રેલી સ્વરૂપે રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવેલ છે. નવેમ્બર ૨૦૨૧ થી ઓગસ્ટ ૨૦૨૨ના આ અભિયાન તળે (૧) દિલ્લી-એનસીઆર, (૨) દિલ્લી-અમદાવાદ, (૩) દિલ્લી-જમ્મુ, (૪) દિલ્લી-ઉત્તરાખંડ અને (૫) તેજપુર-ટવાંગ (ઉત્તર પૂર્વીય પ્રદેશ) એમ કુલ પાંચ અભિયાન પ્રસ્થાન પામેલ છે.આ અભિયાનો દ્વારા ૧૫૦ સેશનમાં આશરે ૧૦,૦૦૦ જેટલા સુરક્ષા બળોનું  [(૧)ભારતીય નૌકા દળ, (૨)ભારતીય સેના, (૩)બીએસએફ, (૪)કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ, (૫)રાજ્ય પોલીસ, (૬)કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ, (૭)ભારત-તિબેટ સુરક્ષા દળ અને રાષ્ટ્રીય સુરક્ષા દળ, (૮)રેલ્વે સુરક્ષા દળ, (૯)એનડીઆરએફ, (૧૦)સશસ્ત્ર સીમા દળ, (૧૧)તટરક્ષક] ‘તનાવ વ્યવસ્થાપન’, ‘સુખી જીવન’, ‘સ્વ સશક્તિકરણ’, ‘હકારાત્મક વિચારસરણી’ જેવા વિવિધ ટૉપિક દ્વારા આત્મ-સશક્તિકરણ થશે.

દિલ્લી-અમદાવાદ અભિયાન કે જે દિલ્લી હરિનગરથી ૭ નવેમ્બરના રોજ પ્રસ્થાન પામેલ છે તે મથુરા, ભરતપુર, જયપુર,  અજમેર,  રાણી, બાલોતરા, પોંખરણ, દાંતીવાડા, ભુજ, ગાંધીધામ, જામનગર અને દ્વારકા ‘આત્મ-સશક્તિકરણ થી રાષ્ટ્ર-સશક્તિકરણ’ કાર્યક્રમોની ધૂમ મચાવતું ૨૦ નવેમ્બર શનિવારે પાટનગર ગાંધીનગર પહોંચેલ છે.અહી ગાંધીનગર ખાતે તા.૨૦.૧૧.૨૦૨૧ શનિવારે (૧) સાંજે ૪.૦૦ થી ૫.૩૦ કેન્દ્રીય રિઝર્વ પુલિસ ફોર્સ, ચીલોડા તથા (૨) સાંજે ૫.૦ થી ૬.૦ એસ આર પી એફ, મગોડી  ખાતે અને (૩) તા.૨૨.૧૧.૨૦૨૧ સોમવારે સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ બીએસએફ ચીલોડા ખાતે દિલ્લી-અમદાવાદ ‘આત્મ-સશક્તિકરણ થી રાષ્ટ્ર-સશક્તિકરણ’ અભિયાનનો સમાપન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

Whatsapp Join Banner Guj