vdr startup

StartUP: પ્લાસ્ટિક અને ઇન્ડસ્ટ્રી વેસ્ટને અભિશ્રાપ માંથી આશીર્વાદ બનાવતું અનોખુ સ્ટાર્ટઅપ

‘અન્વેષા કોમ્પોઝિટ એજ્યુકેશન ફાઉન્ડેશન’ નામનું સોશિઅલ ઈમ્પૅક્ટ (StartUP)સ્ટાર્ટઅપ

વડોદરા, 25 જૂનઃStartUP: સમાજ માં લોકો ને સારા ચેન્જ મેકર્સ બનાવવા ના ઉદ્દેશ્ય થી શરુ કરાયેલા પ્રયાસ ના ભાગ રૂપે વડોદરા ની મહિલા ઉદ્યોગ સાહસિક નિહાર અગ્રવાલ દ્વારા શરુ કરવામાં આવેલ સોશિઅલ ઇમ્પૅક સ્ટાર્ટઅપ(StartUP) ‘અન્વેષા કોમ્પોઝિટ એજ્યુકેશન ફાઉન્ડેશન’ અંતર્ગત વિવિધ પ્રયાસો કરી રહ્યા છે. તેઓ ની ‘અન્વેષા રિસાયકલ’ પહેલ અંતર્ગત તેઓ એક MSME કંપની રાહીનો મશીન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પાર્ટનરશીપ કરી ને પ્લાસ્ટિક વેસ્ટ તથા ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ માંથી વેસ્ટ રૂપે નીકળતા સિલિકા ડસ્ટ ને પ્રોસેસ કરી ને ‘સિલિકા પ્લાસ્ટિક બ્લોક’ માં બ્લોક / ટાઇલ્સ સ્વરૂપે રૂપાંતરિત કરે છે.

બજાર માં ઉપલબ્ધ સામાન્ય બ્લોક અને પ્લાસ્ટિક શીટ્સ કરતા ‘સિલિકા પ્લાસ્ટિક બ્લોક’ પ્રમાણ(StartUP) માં ખુબ જ મજબૂત સ્ટ્રેન્થ ધરાવતો હોય છે. આ બ્લોક ની મદદ થી તેઓ વપરાશ માં લઇ શકાય તેવું ફર્નિચર જેમકે સ્ટુલ, ટેબલ, બેન્ચ તથા વિવિધ ગિફ્ટ આઇટમ્સ બનાવવા માં આવે છે. આમ કરવા થી પ્લાસ્ટિક વેસ્ટ અને સિલિકા ડસ્ટ ને વપરાશ માં લાવી શકાય છે અને વેસ્ટ નું રિસાયકલિંગ પણ શક્ય બને છે.

દેશ-દુનિયાની ખબર તમારા ફોન પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

તાજેતર માં જ તેઓ ને અમદાવાદ ખાતે ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત WeStart સમિટ માં સસ્ટેનેબલ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ રજુ કરવા ની તક મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેર ની પારુલ યુનિવર્સિટી ના સ્ટાર્ટઅપ એક્શેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા ઇન્કયુબેટેડ તથા સપોર્ટેડ આ સોશિઅલ ઈમ્પૅક્ટ સ્ટાર્ટઅપ, વેસ્ટ રિસાયકલિંગ અને ઇન્ડસ્ટ્રી સ્કિલ ગેપ નો મહત્વપૂર્ણ પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છે, અને તે અને ની તમામ જરૂરી સપોર્ટ તેઓ વડોદરા સ્ટાર્ટઅપ(StartUP) સ્ટુડિયો ના માધ્યમ થી મેળવી રહ્યા છે.

દેશ-દુનિયાની ખબર તમારા ફોન પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ વિશે વધુ જણાવતા નિહાર જણાવે છે કે, અમારા સસ્ટેનેબલ પ્રોડક્ટ બનાવવા ના પ્રયાસો થકી જે પણ આવક મળે છે તેને ભણતર માં અરૂચિ દાખવનાર બાળકોને સમાજ ના “અભણ” ના ટેગ થી દૂર રાખી તેઓ ના પોતાના રસ અનુકૂળ કુશળતા પ્રાપ્ત કરાવી રોજગારી અપાવવા માટે ની પહેલ માટે ખર્ચ કરવામાં આવે છે. નાની ઉમર માં સામાજિક તથા આર્થિક કારણો થી અભ્યાશ થી વંચિત રહેલા બાળકો ને સ્કિલ બેસ્ડ વૉકેશન તાલીમ આપી ને ટેક્નોલોજી ની મદદ થી ઇન્ડસ્ટ્રી રેડી બનાવવા ના મોટા યક્ષ પ્રશ્ન નું નિરાકરણ લાવવા માટે અમે બનાવ્યું છે એક હાઈબ્રીડ લર્નિંગ મોડ્યુલ, જેના થકી અત્યાર સુધી માં 6000 કરતા વધુ વિદ્યાર્થીઓ લાભ લઇ ચુક્યા છે તથા સફળ ઇન્ડસ્ટ્રીઅલ કારકેદી બનાવી રહ્યા છે.

તદુપરાંત વડોદરા અને આણંદ માં પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર્સ બનાવી ને અમે લોકો પાસે થી વેસ્ટ પ્લાસ્ટિક મેળવી રહ્યા છે, તથા વડોદરા ની પાંચ સોસાયટીઝ પણ નિયમિત રીતે પ્લાસ્ટિક વેસ્ટ ડોનેટ કરવા ના આ પ્રયાસ માં જોડાઈ છે. તાજેતર માં જ અમે કોર્પોરેટ્ સોશિઅલ રિસ્પોન્સિબિલિટી પહેલ અંતર્ગત સન ફાર્મા સાથે મળી ને પ્રોજેક્ટ કર્તવ્ય પર કામ શરુ કર્યું છે, તેના થકી અમે 11 કરતા વધારે સરકારી સ્કૂલ્સ ને ઇકો ફ્રેંડલી બનાવવા નું લક્ષ્ય રાખી રહ્યા છે. વડોદરા માં કોઈ પણ નાગરિક પ્લાસ્ટિક વેસ્ટ ડોનેટ કરવા માંગતા હોય તો તેઓ અમારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર પર આપી શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ક્રાઇમબ્રાંચ(crime branch)ને મળી સફળતા: કડીમાં NRI ટ્રસ્ટી સહિત ચારની હત્યા કરનાર, આખરે કાતિલ મહિલા 17 વર્ષ બાદ દિલ્હીમાંથી ઝડપાઇ