864002 chudasamabhupendrasinh 020318

Std 1 to 5 school reopen: રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યુ મોટુ નિવેદન, વાંચો શું કહ્યું ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ?

Std 1 to 5 school reopen: પહેલાં કોલેજ બાદમાં ધોરણ 10થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતાં તેમજ ગત અઠવાડીયામાં ધોરણ 6, 7 અને 8ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં છીએ- શિક્ષણમંત્રી

ગાંધીનગર, 06 સપ્ટેમ્બરઃ Std 1 to 5 school reopen: રાજ્યમાં કોરોનાના કેસો ઘટી ગયા છે. ફરીથી જિંદગી પૂર્વવત થઈ રહી છે. ત્યારે હવે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા પર શિક્ષણ પ્રધાનએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, ‘કોર કમિટી અને આરોગ્ય વિભાગની બેઠક તેમજ શિક્ષણવિદોની સલાહ બાદ અમે યોગ્ય નિર્ણય કરીશું.

પહેલાં કોલેજ બાદમાં ધોરણ 10થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતાં તેમજ ગત અઠવાડીયામાં ધોરણ 6, 7 અને 8ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં છીએ. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે તો બીજી તરફ શિક્ષકો પણ ઉત્સાહથી ભણાવી રહ્યાં છે. ત્યારે આગામી તબક્કામાં કોર કમિટીમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ(Std 1 to 5 school reopen) કરવા અંગે વિચાર કરીશું. એ માટે આરોગ્ય અને શિક્ષણવિદોની સલાહ પણ લઈશું.

આ પણ વાંચોઃ Good news for state government employees: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, નીતિન પટેલે કરી મોટી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો તો 2જી સપ્ટેમ્બરથી શરૂ (Std 1 to 5 school reopen)કરી દેવામાં આવ્યાં છે. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તદુપરાંત ધોરણ 9થી 12ના વર્ગો પણ શરૂ છે. જો કે, શાળામાં ચુસ્તપણે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળામાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો આદેશ અપાયો છે તેમજ સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકારે ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે.

આ સિવાય રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં તમામ શાળા-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરાશે. 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સહિતના સ્ટાફ અને તેમનાં પરિવારજનો પણ આ કેમ્પમાં રસી મેળવી શકશે. તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો

Whatsapp Join Banner Guj