School student

Student Death Case: શિક્ષકે મારેલા મારના કારણે વિદ્યાર્થીનું થયુ મૃત્યુ, હજી આ મામલે તપાસ ચાલુ

Student Death Case: પીવાના પાણીના માટલાને સ્પર્શ કરવાથી બાળકને માર મારવામાં આવ્યો

ગાંધીનગર, 14 ઓગષ્ટઃ Student Death Case: સુરાણા ગામમાં એક ખાનગી શાળામાં વિદ્યાર્થી ઇન્દ્ર મેઘવાલને 20 જુલાઈના માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદની એક હોસ્પિટલમાં શનિવારના તેનું મોત થયું છે. રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે.

ઝાલોરના પોલીસ અધિકારી હર્ષવર્ધન અગ્રવાલે જણાવ્યું કે, બાળકને ખુબ જ માર મારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જણાવવામાં આવી રહ્યું છે કે પીવાના પાણીના માટલાને સ્પર્શ કરવાથી બાળકને માર મારવામાં આવ્યો. તેમણે કહ્યું કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

આ મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનું પણ ટ્વીટ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઝાલોરના સાયલા થાના ક્ષેત્રમાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષક દ્વારા માર મારવાને કારણે વિદ્યાર્થીનું મૃત્યુ દુઃખદ છે. આરોપી શિક્ષકની હત્યા તેમજ SC/ST એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ઝડપી તપાસ તેમજ દોષિતને ઝડપી સજા મળે તે માટે ઓફિસર સ્કીમ હેઠળ કેસ હાથ ધરવામાં આવ્યો છે. પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયા સહાય રકમ મુખ્યમંત્રી સહાયતા નિધિથી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Poisonous liquor factory caught: બોટાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઇ, સીરપમાં ઇથેનોલ ભેળવી દારૂ વેચાતો

આ પણ વાંચોઃ Triranga rally in jamnagar: તિરંગાની થીમ ઉપર ભાઈઓ તથા બહેનોએ ગણવેશ ધારણ કરીને હોમગાર્જના જવાનોએ યાત્રામાં જોડાયા

Gujarati banner 01