Botad Poisoned Liquor Case

Poisonous liquor factory caught: બોટાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઇ, સીરપમાં ઇથેનોલ ભેળવી દારૂ વેચાતો

Poisonous liquor factory caught: આરોપીઓ ઇથેનોલ, બિયર, સીરપ અને ફ્લેવર ભેળવીને નકલી દારૂ બનાવતા હતા

રાજકોટ, 14 ઓગષ્ટઃ Poisonous liquor factory caught: રાજકોટના લોધિકા નજીક મોટાવડમાંથી ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરીસીરપમાં ઇથેનોલ ભેળવીને બુટલેગરો નકલી દારૂ બનાવતાજાણીતી બ્રાન્ડની બોટલમાં પેકિંગ કરી નકલી દારૂનું વેચાણ થતું બોટાદ બાદ હવે રાજકોટમાં બુટલેગરો જાણે કે બિન્દાસ્ત થઇ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે.

મહત્વનું છે કે, બોટાદ કેમિકલકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતને હલબલાવી મૂક્યું હતું. જેમાં 40થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. તેમ છતાં આ ઘટના બાદ પણ બુટલેગરો હજુ બિન્દાસ્ત જોવા મળી રહ્યાં છે. કારણ કે બોટાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઇ છે. રાજકોટના લોધિકા નજીક મોટાવડમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઇ છે.

આ પણ વાંચોઃ Triranga rally in jamnagar: તિરંગાની થીમ ઉપર ભાઈઓ તથા બહેનોએ ગણવેશ ધારણ કરીને હોમગાર્જના જવાનોએ યાત્રામાં જોડાયા

જેમાં સીરપમાં ઇથેનોલ ભેળવીને નકલી દારૂ બનાવતા હોવાનું સામે આવ્યું છે. જો કે, બાદમાં કોઇ અનિચ્છનિય બનાવ બને એ પહેલાં જ રાજકોટ પોલીસે કાર્યવાહી હાથ ધરતા પોલીસ તંત્રએ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે પોલીસે યોગેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. અન્ય આરોપી દિગ્વિજયસિંહ જાડેજા હાલમાં ફરાર છે. આરોપીઓ ઇથેનોલ, બિયર, સીરપ અને ફ્લેવર ભેળવીને નકલી દારૂ બનાવતા હતા. જાણીતી બ્રાન્ડની બોટલમાં પેકિંગ કરીને નકલી દારૂનું વેચાણ થતું હતું.

લોધિકાના મોટાવડા ગામે રહેતા યોગેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા નામના શખ્સે તેની વાડીની ઓરડીમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે લોધિકા પોલીસ મથકના પીઆઇ કે.કે.જાડેજા સહિતના કાફલાએ ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ એક શખ્સ બાઇક પર નાસી જવાની પેરવી કરતો હોવાથી પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. બાદમાં પૂછપરછ કરતા તેનું નામ યોગેન્દ્રસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું. આથી તેને સાથે રાખી વાડીની ઓરડીમાં તપાસ કરતા પોલીસને અંદરથી પ્લાસ્ટિકના કોથળાઓ અને કેરબાઓ મળી આવ્યા

આ પણ વાંચોઃ Rakesh jhunjhunwala passed away: પ્રખ્યાત શેર બ્રોકર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Gujarati banner 01