ICICI Lombard

ICICI Lombard: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો 36% વધ્યો…

ICICI Lombard: વેરા પછીનો નફો (પીએટી) 36% વધીને રૂ. 17.29 અબજ થયો

અમદાવાદ, 19 એપ્રિલ: ICICI Lombard: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો આવી ચૂક્યા છે. આ પરિણામ અનુસારે વેરા પછીનો નફો (પીએટી) 36% વધીને રૂ. 17.29 અબજ થયો છે.

• કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણા વર્ષ 2023માં રૂ. 210.25 અબજ નોંધાઈ છે જે નાણા વર્ષ 2022માં રૂ. 179.77 અબજ હતી, આ 17.0% ની વૃદ્ધિ છે જે ઉદ્યોગની 16.4% ની વૃદ્ધિ કરતાં વધુ છે.

o નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં કંપનીની જીડીપીઆઈ 6.7% વધીને રૂ. 49.77 અબજ હતી જેની સામે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 46.66 અબજ હતી. આ સામે ઉદ્યોગની વૃદ્ધિ 16.9% ની હતી.

• સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2022માં 108.8%ની સરખામણીએ નાણા વર્ષ 2023માં 104.5% નોંધાયો છે.

o સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં 104.2% હતો જે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં 103.2% હતો.

• વેરા પહેલાંનો નફો (પીબીટી) નાણા વર્ષ 2022ના રૂ. 16.84 અબજની સરખામણીમાં 25.5% વધીને રૂ. 21.13 અબજ થયો છે, જ્યારે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકના રૂ. 4.10 અબજની સામે 39.5% વધીને નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 5.73 અબજ થયો હતો.

o નાણાકીય વર્ષ 2022માં રૂ. 7.38 અબજના મૂડી લાભની સરખામણીએ નાણાકીય વર્ષ 2023માં મૂડી લાભ રૂ. 4.53 અબજ થયો હતો. નાણાકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં મૂડી લાભ રૂ. 1.59 અબજ હતો જે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 1.36 અબજ હતો.

• પરિણામે, કરવેરા પછીનો નફો (પીએટી) નાણા વર્ષ 2023માં 36.0% વધીને રૂ. 17.29 અબજ થયો હતો, જે નાણા વર્ષ 2022માં રૂ. 12.71 અબજનો થયો હતો. પીએટીમાં નાણા વર્ષ 2023ના બીજા

ત્રિમાસિકના રૂ.1.28 અબજની વેરા જોગવાઈને ઉલટાવી લેવાનો સમાવેશ થાય છે

o નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં પીએટી 39.8% વધીને રૂ. 4.37 અબજ થયો હતો જે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 3.13 અબજ હતો.

• કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણા વર્ષ 2023 માટે શેર દીઠ રૂ. 5.50ના અંતિમ ડિવિડન્ડની દરખાસ્ત કરી છે. ચુકવણી કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે. સૂચિત અંતિમ ડિવિડન્ડ સહિત નાણા વર્ષ 2023 માટે એકંદર ડિવિડન્ડ રૂ. 10.00 પ્રતિ શેર છે.

• ઇક્વિટી પરનું સરેરાશ વળતર (આરઓએઈ) નાણા વર્ષ 2023માં 17.7% હતું જે નાણા વર્ષ 2022માં 14.7% હતું, જ્યારે નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં આરઓએઈ 17.2% હતું જે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં 14.0% હતું.

• સોલ્વન્સી રેશિયો 31 માર્ચ, 2023 ના રોજ 2.51x હતો જે 31 ડિસેમ્બર, 2022 ના રોજ 2.45x હતો જે 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2022ના રોજ સોલ્વન્સી રેશિયો 2.46x હતો.

આ પણ વાંચો:- Gandhidham-Bandra weekly summer special train: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશ્યલ ટ્રેન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો