8b9d0a13 6486 45fd b5d9 371ce2287898

કોરોનાના કારણે ગુજરાતના મહાનગરો અનેક દર્દીના મોતઃ બેડ,આઈસીયુ અને વેન્ટીલેટર બાદ હવે શબ વાહિની(sub vahini)ની અછત

અમદાવાદ, 13 એપ્રિલ: ગત સપ્તાહથી ગુજરાતના અમદાવાદ અને સૂરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.હોસ્પીટલમાં બેડ,ઓક્સીજન,વેન્ટીલેટર તેમજ દવા તો ઠીક ૧૦૮ એમ્બ્યુલન્સની પણ કમી સર્જાય છે.ચોમેર દર્દીઓને સારવાર ના મળવાથી મોત થતાં હોવાના અહેવાલ આવી રહ્યા છે.સારવારના અભાવના અહેવાલ વચ્ચે હવે શબ વાહિની(sub vahini)ની પણ અછત સર્જાય હોવાના અહેવાલ મળી રહ્યા છે.

કોરોનાએ સતત ઘબકતા અમદાવાદને પાંગળું કરી દીઘું છે તો ડાયમંડ સીટી સૂરતની સુરતજ બગાડી દીઘી છે.અમદાવાદ સ્થિત એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને સૂરત સ્થિત હોસ્પિટલમાં તો બેડ,ઓક્સીજન,વેન્ટીલેટર તેમજ દવા-ઇન્જેક્શન સહિત ૧૦૮ એમ્બ્યુલન્સની અછતના અહેવાલતો ઘણા દિવસથી પ્રકાશિત થઇ રહ્યા જ છે. પરંતુ હવે શબવાહિની(sub vahini)ની પણ અછત સર્જાય હોવાના બનાવ સામે આવી રહ્યા છે. કોરોનાના કારણે થઇ રહેલા મોતના પગલે શબને સ્મશાન લઇ જવા માટેની શબ વાહિની (sub vahini)ઓછી પડી રહી છે, અમદાવાદ અને સૂરતમાં એક શબ વાહિની(sub vahini)માં એક સાથે અનેક શબને લઇ જઈ અલગ અલગ સ્મશાને લઇ જવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે.લોકોનું માનવું છે કે આવી સ્થિત કયારેય જોઈ નથી.

Whatsapp Join Banner Guj


અત્રે એ ઉલ્લેખનીય છે કે સરકાર અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સંચાલિત શબ વાહિની(sub vahini) શબને સ્મશાન સુધી લઇ જવામાં વ્યસ્ત છે.જયારે ઘરે મૃત્યુ પામતા લોકોને ખાનગી વાહનોમાં સ્મશાને લઇ જવામાં આવી રહ્યા છે.કારણ કે પોસ્ટમોર્ટમ રૂમમાં શબ વાહિની ઉપલબ્ધ નથી.પહેલા પોસ્ટમોર્ટમ સ્થિત શબ વાહિની એક ફોન પર ઉપલબ્ધ થઇ જતી હતી પરંતુ હોસ્પિટલોમાં મોતનો આંકડો સતત વધવાના કારણે હવે શબ વાહિની(sub vahini) ૨૪ કલાક વ્યસ્ત રહે છે.

ADVT Dental Titanium

અમદાવાદ અને સૂરતના અમુક સ્મશાનમાં તો અંતિમ સંસ્કાર માટે પણ કલાક જેટલો સમય લાગી રહ્યો છે કારણ કે અંતિમ સંસ્કાર માટે સીએનજી ભઠ્ઠીઓ પણ ઓછી પડી રહી છે આ ઉપરાંત ઓનલાઈન ગેસ સુવિધાના અભાવ વાળા સ્મશાનગૃહમાં તો ગેસ પણ ખૂટી રહ્યો હોવાથી શબ વહીનીમાંથી શબ બહાર પણ કાઢવામાં આવતા નથી જ્યાં સુધી ગેસ ફરી ઉપલબ્ધ ના થાય. આ પહેલા શબ વાહિની(sub vahini)માં વચ્ચે શબને રાખવાની જગ્યા હોતી હતી અને આસપાસ બેસવા માટે લાંબી બેંચ ફીટ કરેલી જોવા મળતી હતી.જેમાં મૃતકના પરિવાર અને સંબંધીઓ બેસતા હતા.હવે આ બેન્ચને હટાવી દેવામાં આવી છે અને શબ વાહિની(sub vahini) સંપૂર્ણ રીતે શબ મુકવા માટે જ બનાવી દેવામાં આવી છે.આ શબ વાહિની(sub vahini)માં એક વખતમાં જેટલા શબ આવે તેટલા રાખવામાં આવી રહ્યા છે જેથી વધુને વધુ શબ શક્ય તેટલા ઓછા સમયમાં સ્મશાન લઇ જઈ શકાય.

આ પણ વાંચો….

ગુજરાત સરકારના નામે લોકડાઉન(lockdown rumor spreader)નો ફેક લેટર વાયરલ કરનાર વ્યક્તિની સાઇબર ક્રાઇમે બ્રાન્ચે કરી ધરપકડ, જાણો કોણ છે?