Weather Update sammer

Summer Days Weather Update: ઉનાળાની કાળઝાળ ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી હિટવેવની આગાહી

Summer Days Weather Update: હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરી

whatsapp banner

અમદાવાદ, 20 માર્ચઃ Summer Days Weather Update: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન વધે તેવી આગાહી કરવામાં આવી છે. ઉનાળાની ખરી ગરમી માટે તૈયાર રહેવાની માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત કંડલા અને પોરબંદરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરના તાપમાનમાં પણ વધારો થાય તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ YRKKH replace this actor: સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આ એક્ટર્સને કાઢી મૂક્યા, સેટ પર ગેરવર્તન કરવાનો આરોપ

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ,મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત આણંદ,ભરુચ, ગીર સોમનાથ, કચ્છ, ખેડા, નવસારી,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા,ગાંધીનગર, જામનગર, મહેસાણા, પાટણ, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો