Auction of plots in Ambaji

Auction of plots in Ambaji: સરકારી જમીન પરના ગેર કાયદેસર થયેલા દબાણો દૂર કરાવી હાલમાં હંગામી પ્લોટો પાડી તેની હરાજી ની પ્રક્રિયા શરુ

Auction of plots in Ambaji: આ જાહેર હરાજી થકી વહીવટી તંત્ર ને 60 લાખ રૂપિયા ઉપરાંત ની ઉપજ મેળવશે.

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 30 ઓગષ્ટઃAuction of plots in Ambaji: યાત્રાધામ અંબાજીમાં ભરાનાર ભાદરવી પુનમના મેળા દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના ગેર કાયદેસર થયેલા દબાણો દૂર કરાવી હાલમાં હંગામી પ્લોટો પાડી તેની હરાજી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યાં લાખો ની સંખ્યામાં યાત્રિકો ઉમટી પાડવાના છે.

ત્યારે સ્થાનિક તેમજ બહારના વેપારીઓ આ મેળા માં વેપાર ધંધો કરી રોજગારી મેળવી શકે તે માટે સરકારી જમીન ઉપર મેળા પૂરતી દુકાનો માટે હંગામી પ્લોટ બનાવી હરાજી થી વિતરણ વ્યવસ્થા શરુ કરી છે.

c780326b 2399 4334 9ffa 0db8c452e600

આ પણ વાંચોઃ Supreme court gujarat riots closes case: સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો- વાંચો વિગત

અંબાજી વિસ્તાર ના 498 જેટલા વિવિધ માર્ગો ઉપર પ્લોટીંગ કરવામાં આવ્યું છે આ જાહેર હરાજી થકી વહીવટી તંત્ર ને 60 લાખ રૂપિયા ઉપરાંત ની ઉપજ મેળવશે. ને મેળવેલી આ ઉપજ અંબાજી આવતા યાત્રિકો ની સુખ સુવિધા માટે ખર્ચ કરવામાં આવશે.

આજે શરુ થયેલી હરાજી 4 સપ્ટેમ્બર સુધી ચાલસે આજે આ હરાજી મોટી સંખ્યા માં વેપારીઓ ઉપસ્થિત રહી પ્લોટીંગ લેવા માટે ની હરાજી ની બોલી લગાવી હતી જોકે આ હંગામી પ્લોટ ધારકો એ મેળો પૂર્ણ થતા જગ્યા ખાલી કરવાની રહેશે તેમ અભિષેક પરમાર (પીઓ કમ ટીડીઓ)દાંતા એ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Asia richest Man: ગૌતમ અદાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં સામેલ

Gujarati banner 01