surat blind anaj kit vitaran

Surat Blind Anaj: સુરતના અંધજન વિકાસ કેન્દ્ર ખાતે અનાજની કીટ વિતરણ કરાઈ

Surat Blind Anaj: શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સુરતની દ્રષ્ટિહીન વ્યક્તિ કે જેમને ઘણી જરૂરિયાત હોય છે તેવા લોકોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું છે

અહેવાલ: અનિલ વનરાજ

સુરત, ૦૫ જુલાઈ: Surat Blind Anaj: સુરતમાં સેવાની સરવાણી વિવિધ રીતે થતી રહે છે. આ માટે કોઇને કોઇ માધ્યમથી લોકોને મદદ કરવા માટે તમામ લોકો તત્પર રહે છે. હાલમાં જ આ હેતુસર શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સુરતની દ્રષ્ટિહીન વ્યક્તિ કે જેમને ઘણી જરૂરિયાત હોય છે તેવા લોકોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.

Surat Blind Anaj: કોવિડ મહામારીમાં હજી પણ ઘણાં લોકોને કોઇને કોઇ રીતે મદદની જરૂર રહે છે અને આ સ્થિતિમાં મદદ કરવી તે જ શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ છે અને તેમાં આંખોથી ન જોઇ શકતાં હોઈ તેવા લોકો કોઇ પણ કામ કરવાની સ્થિતિમાં હોતા નથી. આ કોરોના મહામારી હોવાથી જરૂરિયાતમંદ લોકોની મદદ એજ પ્રભુસેવા એ શિરાઝ ગાંધીનો મુખ્ય ઉદેશ્ય છે. અત્રે ખાસ નોંધ કરવાનું રહેશે કે શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશન બાળકો માટે કાર્ય કરવા માટે કટિબધ્ધ રહે છે. પરંતુ હાલની કોવિડ મહામારીના સ્થિતિમાં લોકોની મદદના એક આદર્શ હેતુથી શિરાઝ ગાંધી દ્વારા દ્રષ્ટિહીન લોકોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

અંધજન વિકાસ કેન્દ્ર સુરતમાં પણ અત્યંત જરૂરિયાતમંદ લોકોને રાશનની કિટ વિતરણ કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. આ કાર્યક્રમ શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે આશરે 30 જેટલાં લોકોને રાશન કિટ વિતરણ કરી છે. અંધજનો દ્વારા પણ શિરાઝ ગાંધીના આ પ્રયાસને વધાવી લેવામાં આવ્યો ત્યારે શિરાઝ ગાંધીએ લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેશે અને લોકોના મદદના કામ કરતાં રહેશે.

સુરતના અંધજન વિકાસ કેન્દ્ર ની સ્થાપના 1988 માં કરવામાં આવી હતી. અહીં દર મહિનાના પ્રથમ રવિવારે દ્રષ્ટિહીન લોકોને વિનામૂલ્યે અનાજ ની કીટ વિતરણ કરવામાં આવે છે. આજરોજ શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશન તરફ થી ચેરમેન શિરાઝ ગાંધી દ્વારા કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. સુરતના અંધજન વિકાસ કેન્દ્રના સેક્રેટરી રાજેશ ડેલાડિયા એ વધુમાં જણાવ્યું હતું કે હમારા કેન્દ્ર દ્વારા દ્રષ્ટિહીન વિદ્યાર્થી અને વિદ્યાથની ઓ માટે ગુજરાત લેવલે નિબંધ, ક્રિકેટ, ચેસ, જેવી અનેક પ્રવૃત્તિ કરાવામાં આવે છે.

આ પણ વાંચો… Mines and Minerals Raids: અમદાવાદ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડા