Surat chori

Surat CCTV: દુકાનમાં કામ કરતો નોકર જ દુકાનમાં હાથસાફ કરતો રહ્યો- શેઠે CCTV ચેક કર્યા તો…

Surat CCTV: સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરતના સચિન વિસ્તાર માં દુકાનમાં કામ કરતા નોકર દ્વારા જ ચોરી કરવામાં આવી હતી.

સુરત, 30 જૂન: Surat CCTV; સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરતના સચિન વિસ્તાર માં દુકાનમાં કામ કરતા નોકર દ્વારા જ ચોરી કરવામાં આવી હતી. જીઆઈડીસીખાતે આવેલી મોબાઈલ અને ટ્રેડિંગની દુકાનમાં નોકરે ચોરી કરી હતી. મોબાઈલ અને જીન્સના પેન્ટ સહિતની ચોરી આ નોકર દ્વારા કરવામાં આવી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેથી માલિકે નોકર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

– પેન્ટ અને મોબાઈલ ચોર્યા

મળતી માહિતી અનુસાર, સચિન વિસ્તારમાં જીઆઈડીસી ખાતે આવેલી દુકાનમાં નોકરે હાથફેરો કર્યો હતો. સચિન જીઆઇડીસી ખાતે આવેલ સોમનાથ નગરની બે દુકાનોમાં ચોરી થઈ હતી. મોર્યા મોબાઈલ અને મોર્યા ટ્રેડિંગ નામની દુકાનમાં ચોરી કરી હતી. નોકરે 1.60 લાખની કિંમતના મોબાઈલ અને 30 હજારની કિંમતની જીન્સ પેન્ટની ચોરી કરી હતી.

– દ્રશ્યો સીસીટીવીમાં કેદ.

આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઈ હતી. જેના પગલે દુકાનના માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દુકાનમાં જ કામ કરતો દિપક ચૌધરી લાખોના મોબાઈલ અને જીન્સ પેન્ટ ચોરી ફરાર થઈ ગયો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો..Udaipur Kanaiyalal massacre: કનૈયાલાલ હત્યાકાંડના પડઘા સુરતમાં પડ્યા; બજરંગદળે જાણો શું કરી માંગ?

Gujarati banner 01