surat station ganjo

Surat ganja seized: સુરત: રેલવે પટરી પાસેથી 4.28 લાખનો ગાંજો ઝડપાયો

Surat ganja seized: રેલવે પટરી પાસેથી બિનવારસી અલગ-અલગ બેગમાંથી 4.28 લાખનો ગાંજો ઝડપાયો, મૂકી જનારા વોન્ટડે જાહેર, તપાસ શરૂ

સુરત, 24 ઓગસ્ટ: Surat ganja seized: સુરતમાં પોલીસે કમિશનર દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન હેઠળ અન્ય શહેરથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા અને નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના અપાઈ છે. આ અભિયાન હેઠળ એસઓજી અને કતારગામ પોલીસને મોટી સફળતા મળી છે.

પોલીસે GIDC ઉત્કલનગર ઝૂંપડપટ્ટી અને અશોકનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રેલવે પટરી પાસેથી બિનવારસી અલગ-અલગ બેગમાંથી રૂ. 4.28 લાખની કિંમતનો 42.800 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

શહેરમાં ડ્રગ્સની હેરાફેરીને ડામવા અને યુવાધનને નશાના રવાડે ચડવાથી બચાવવા માટે સુરત પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત એસઓજી અને કતારગામ પોલીસે GIDC ઉત્કલનગર ઝૂંપડપટ્ટી અને અશોકનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન રેલવે પટરી પાસેથી શંકાસ્પદ અને બિનવાસરી અલગ-અલગ કલરની ટ્રોલી બેગ મળી આવી હતી. 

અલગ-અલગ બેગમાંથી 42.800 કિલો ગાંજો મળ્યો

આ તમામ બેગની તપાસ કરતા તેમાંથી 42.800 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજે કિંમત રૂ.4.28 લાખ જેટલી થયા છે. એસઓજી અને કતારગામ પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કરી અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને ગાંજો મૂકી ફરાર થઈ જનારા આરોપીઓ સામે ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી છે. જો કે, આ ગાંજાનો જથ્થો રેલવે પટરી પાસે કોણ મૂકી ગયું તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી.  

આ પણ વાંચો:-Awarded to Archana Patel: સંસ્કૃત વિષયમાં વેદો-પુરાણોના અધ્યયન વિષય પર Ph.D કરનાર અર્ચના પટેલને પદવી એનાયત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો