Surat information retairment

Surat Information: સુરત માહિતી કચેરીના વયનિવૃત્ત થયેલાં સારથિ આર.એમ.ગામીતને ભાવભર્યું વિદાયમાન અપાયું

Surat Information: નોકરીની શરૂઆત વર્ષ ૧૯૯૫માં સુરેન્દ્રનગરથી કરી હતી, ત્યારબાદ બાલાસિનોર, વ્યારા, રાજકોટ અને વડોદરા એમ વિવિધ સ્થળે ફરજ બજાવી, જ્યારે વર્ષ ૨૦૦૬ થી સુરત માહિતી વિભાગમાં કાર્યરત હતાં.

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૩૦ જૂન:
Surat Information: ૨૭ વર્ષની સુદીર્ઘ સેવાઓ આપીને વયનિવૃત્ત થયેલા પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સારથિ (વાહનચાલક) આર.એમ.ગામીતને સુરત માહિતી પરિવારે ભાવભર્યું વિદાયમાન આપ્યુ હતું. ગામીત ખૂબ સતર્ક, વાહનનું નિયંત્રણ અદ્દભૂત રીતે જાળવનારા અને સમયની માંગ પ્રમાણે વાહન ચલાવીને લક્ષ્ય સુધી પહોંચનારા વાહનચાલક રહ્યાં, અને યુવાનવયે નોકરીની શરૂઆતમાં ડ્રાઈવિંગ પર જે પ્રભુત્વ અને સંતુલન હતું તે નોકરીના છેલ્લા દિવસ સુધી જાળવી રાખ્યુ હતું. તેમણે નોકરીની શરૂઆત વર્ષ ૧૯૯૫માં સુરેન્દ્રનગરથી કરી હતી, ત્યારબાદ બાલાસિનોર, વ્યારા, રાજકોટ અને વડોદરા એમ વિવિધ સ્થળે ફરજ બજાવી, જ્યારે વર્ષ ૨૦૦૬ થી સુરત માહિતી વિભાગમાં કાર્યરત હતાં.

આ પણ વાંચો…No selfie: ગુજરાતમાં ફરવા જતી વખતે આ સ્થળે ભૂલથી પણ ન લેશો સેલ્ફી, નહીં તો થશે પોલીસ કાર્યવાહી- તંત્ર લીધો મોટો નિર્ણય, વાંચો વિગતે

સંયુક્ત માહિતી નિયામક (Surat Information) આર.આર.રાઠોડ, ઈ.નાયબ માહિતી નિયામક કે.એસ.પરમાર, ઈ.સહાયક માહિતી નિયામક મહેન્દ્ર વેકરીયા, ટેકનિકલ આસિસ્ટન્ટ સુનિલ મહેતા, ટેકનિકલ સુપરવાઈઝર નરેશ પટેલ દ્વારા સુદીર્ઘ, યશસ્વી અને સેવાનિષ્ઠ ફરજ બજાવી નિવૃત્ત થઇ રહેલા આર.બી.ગામીતનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ, શ્રીફળ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

સંયુક્ત માહિતી નિયામક (Surat Information) આર.આર.રાઠોડે ગામીતની નિષ્ઠાપૂર્ણ સેવાઓની પ્રસંશા કરતાં જણાવ્યુ હતું કે, માહિતી ખાતાની કામગીરીમાં સફળતા સુસંકલિત ટીમવર્કથી મળે છે, અને વાહનચાલક આ ટીમનો એક અગત્યનો સભ્ય હોય છે. નિવૃત્તિના પડાવ પર પહોંચેલા કર્મનિષ્ઠ, ફરજ પ્રત્યે હંમેશા સભાન અને કાર્યદક્ષ સારથિ ગામીતે શ્રેષ્ઠ કામગીરીથી આગવી છાપ છોડી છે.

Whatsapp Join Banner Guj

તેમણે ગામીતની કાર્યનિષ્ઠા, ચપળતા અને ફરજપરસ્તીને બિરદાવી હતી તથા સુખમય નિવૃત્તિ જીવનની શુભકામનો પાઠવવાની સાથે શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. (Surat Information) ગામીતે તેમના કાર્યકાળ દરમિયાન મળેલા સહયોગ, પ્રેમ અને લાગણી માટે સહુનો આભાર માન્યો હતો. વર્ગ-૧ થી વર્ગ ૪ના સૌ કર્મચારીઓએ સહકર્મી તરીકે તેમની સાથેના સંસ્મરણો વાગોળવાની સાથે સુખમય નિવૃત્તિ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.