Banner

Swachhata Hi Seva Abhiyan: રાજ્યવ્યાપી અભિયાનથી ગુજરાતમાં ફેલાઈ નિત્ય સ્વચ્છતાની ગુંજ

  • ૧૬ થી ૨૧ ઑક્ટોબર દરમિયાન રાજ્યના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્ત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, અને સમુદ્ર કિનારાની સફાઇ હાથ ધરાશે

Swachhata Hi Seva Abhiyan: સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવા રાજ્ય સરકાર દ્વારા કરાયું આગોતરું આયોજન

ગાંધીનગર, 15 ઓક્ટોબરઃ Swachhata Hi Seva Abhiyan: મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે.

ગુજરાતમાં આગામી ૨ મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર જનભાગીદારી થકી સફાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને પરિણામે આ ઝુંબેશ જન આંદોલન બની છે. રાજ્ય સરકાર દ્વારા તા. ૧૬ ઓક્ટોબરથી ૨૧ ઑક્ટોબર દરમિયાન પણ સફાઈ ઝુંબેશ માટે આગોતરું આયોજન કરાયું છે.

આ અઠવાડિયામાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્ત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતો અને સમુદ્ર કિનારાની સફાઇ હાથ ધરવામાં આવશે. જ્યારે ૨૨ ઑક્ટોબર અને રવિવારના રોજ રાજ્યના ધાર્મિક સ્થળો, મ્યુઝીયમ અને પ્રવાસન સ્થળોની સાફ સફાઇ કરવામાં આવશે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌને અનુરોધ કરાયો છે.

ગુજરાત સરકાર દ્વારા અત્યારે પણ સમગ્ર રાજ્યમાં આયોજનબદ્ધ રીતે દર અઠવાડિયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા કચરા એકત્રીકરણની પ્રવૃત્તિ વધુ સઘન બનાવવામાં આવી છે. કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થાને પણ સુચારૂ બનાવવામાં આવી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાની વિસ્તાર ઉપરાંત ગામડાઓમાં પણ જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે.

આગામી સમયમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યમાં જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો કે પ્રવાસન સ્થળો અથવા કોઇપણ સ્થાન ઉપર કચરો ન દેખાય તેની ખાસ કાળજી રાખવામાં આવશે. ઘરથી લઇ માર્કેટ સુધી ઉત્પન્ન થતા કચરાનો તે જ દિવસે ડમ્પ સાઇટ ઉપર યોગ્ય નિકાલ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ઉકરડાના આખરી નિકાલ માટે પણ ગોબરધનની વ્યવસ્થા ઉભી કરવા માટેનું રાજ્ય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો… India Won Against Pakistan: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને સતત આઠમી વખત હરાવ્યું, આ ખેલાડી રહ્યો જીતનો હીરો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો