Tadfali 1

Tadfali business: આદિવાસી લોકો માટે ઉનાળાની સીઝનમાં આંખે ઊડીને વળગે તેવી દુર્લભ તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

Tadfali business: તાડફળીનું ફૂટપાથ-રસ્તા પર બેસીને વેચાણ કરીને રોજીંદા રૂ. ૧૦૦૦ ની આવક મેળવી રહ્યો છું: હિતેન્દ્રભાઈ વસાવા (આદિવાસી બાંધવ)

રાજપીપલા, 05 મેઃ Tadfali business: નર્મદા જિલ્લામાં ઉનાળાની ઋતુમાં ટાઢક આપતી પોચી અને પાણીદાર તાડફળીનું હાલ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. તાડફળીએ ઉનાળાની સીઝનમાં નજરે પડતું દુર્લભ ફળ છે જેને “ગલેલી”, “તફડા” અને અંગ્રેજીમાં “Palm” તરીકે ઓળખાય છે.

Tadfali

જનસામાન્ય માનવી માટે અમૃત સમાન આ ફળના વેચાણના કારણે આદિવાસી લોકો માટે રોજગારીની વૈકલ્પિક તક ઉભી થાય છે. દૈનિક ધોરણે આદિવાસી લોકો પોતાની રીતે રસ્તાની સાઈડમાં બેસીને વેચાણ કરી દાતરડાથી છોલીને અંદરથી નિકળતા ફળને કાઢીને સારી આવક મેળવી રહ્યાં છે.

ઉનાળાની સીઝનમાં નજરે પડતી આ તાડફળી ગરમીના સમયમાં શરીરના તાપમાન અને લૂને નિયંત્રિત કરે છે, શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારા સહિત પેટના અંદરના અવયવોને એક પ્રકારે ઉજણ કર છે. આંખ, કોલેરા, પાચનક્રિયા, ડાયબિટિસ સહિત શરીરમાં રહેલા ઝેરી પદાર્થો-કચરાને દૂર કરવાનુ કાર્ય કરે છે. ટૂંકમાં તાડફળી બિમારીઓથી માનવીને સુરક્ષિત રાખવા સક્ષમ છે. દેખાવમાં લીલા નાના નારિયેળ જેવું આ ફળ પાચન ક્રિયા સહિત એસીટીડી જેવી તકલીફોથી પણ છુટકારો આપી રાહત આપે છે.

દક્ષિણ ગુજરાતમાં ઉનાળાની સીઝનમાં તાડના ઊંચા વૃક્ષ આદિવાસી બાંધવો માટે આવકનું વૃક્ષ બની રહે છે, જ્યાં ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપતા તાડફળી આદિવાસી બાંધવો માટે રોજગારીની તક ઉભી કરી છે. અને “લોકલ ફોર વોકલ” રોજગારી આપે છે.

રાજપીપલા નગરમાં તાડફળી લેવા આવેલા ગ્રાહક ડો. રોમાબેન નરસિંગજ્ઞાનિ નગરજનોને તાડફળીનું સેવન કરવા ખૂબ આગ્રહ કરતા જણાવે છે કે, ગરમીમાં તાડફળીમાં ભરપુર માત્રામાં પ્રોટીન-વિટામિન હોય છે, હું નાનપણથી આ ફળનું સેવન કરતી આવી છું. મારો સ્વાસ્થ્ય પ્રત્યેનો સારો અનુભવ છે. સો ટકા તાડફળીનું સેવન શરીર માટે લાભદાયક છે.

ગ્રાહક મેહુલ ચાવડા પણ નગરજનોને અપીલ કરતા જણાવે છે કે, હું રાજપીપલા ખાતે છેલ્લા છ વર્ષથી સરકારી કર્મયોગી છું. છેલ્લા કેટલાંક વર્ષોથી હું તાડફળીનું સેવન કરી રહ્યો છું જે શરીરને તમામ પોષકતત્વો પુરા પાડે છે. આંખો, ડાયાબિટીસ સિવાય શરીરના મોટાભાગના રોગોનું નિયમન કરવા તાડફળી રામબાણ છે. ખાવામાં મીઠી, જેલી જેવી પોચી અને લીસી-સ્મુથ છે. રંગે સફેદ કલરની રબર જેવી છે. તેઓએ આ સીઝનમાં તાડફળીનું ભરપુર સેવન કરીને પોતાના શરીરને સુરક્ષિત કરવા માટે ખાસ અપીલ કરી છે.

નાંદોદ તાલુકાના વેપારી તથા રાણીપરાના વતની હિતેન્દ્રભાઈ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવે છે કે, દર વર્ષે ઉનાળાની સીઝનમાં મોટા પાયે તાડફળીનું વેચાણ કરીએ છીએ. તાડફળી નાના-મોટા સૌ માટે એટલું ગુણકારી છે કે ભર ઉનાળામાં લુ ના લાગે, શરીરને ઠંડક આપે છે, ડાયાબિટીસમાં અશક્તિમાં પણ લાભકારક છે. આ વર્ષે ખુબ પ્રમાણમાં વેચાણ થયુ છે. મજૂરી બાદ મહેનત કરીએ તો પણ દૈનિક રૂ. ૧૦૦૦ ની આવક તો અમે રમતા-રમતા મેળવી રહ્યાં છે.

તાડફળી આદિવાસી બાંધવો માટે રોજગારીની ઉત્તમ તક બની છે તો બીજી તરફ લોકોને ભૂખ તરસ મટાડે છે. રાજપીપલાના નગરજનો પણ તાડફળીનું સેવન કરવાના શોખીનો રસ્તે મિત્રોની સાથે આરોગતા નજરે પડે છે. ચાલને અલા..તાડફળી ખાઈએ… કરીને આનંદ સાથે તાડફળી આરોગીને પોતાની રોગ પ્રતિકારક શક્તિને વધારી અને ગરમીથી રાહત મેળવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હિતેન્દ્રભાઈ વસાવા સહિત મોટા ભાગે રાણીપરા ગામના આદિવાસી બાંધવો જણાવે છે કે આ સીઝન અમારા માટે ખુબ ખાસ રહી છે. ઉનાળામાં કંઈ ખેતીનું કામ પણ નથી. અને નવરા ભેઠા શું કરીએ, ખિસ્સા ખર્ચી કાઢી લઈએ.

મજૂરી બાદ કરતા પણ સારી આવક અમને મળી રહી છે. આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં લોકો તાડફળી ખરીદી રહ્યાં છે. ખાઈ રહ્યાં છે. હજી લોકોમાં જાગૃતતા આવે અને વધુને વધુ પ્રમાણમાં શહેરીજનો પણ આ ફળને આરોગી તંદુરસ્તી અને ગરમી લૂથી બચે એજ આશા રાખીએ છીએ.

આ પણ વાંચો… Ahmedabad-darbhanga special train: પશ્ચિમ રેલવે અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર માટે વિશેષ ટ્રેનો દોડાવશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો