EsFL WtUYAIDM4a

ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીતઃ છેલ્લા 33 વર્ષમાં પહેલીવાર બ્રિસબેનમાં ઐસ્ટ્રેલિયાની હાર, રૂષભ પંતે યાદગાર ઇનિંગ રમી

EsFL WtUYAIDM4a

સ્પોર્ટ્સ ડેસ્ક, 19 જાન્યુઆરીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના અભેદ કિલ્લા સમાન બ્રિસબેનના ગાબા મેદાનમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ કાંગારૂને ધૂળ ચાટતા કરીને આ ટેસ્ટ મેચ જીતી લીધી છે. છેલ્લા 33 વર્ષોથી આ મેદાનમાં કોઈ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી શકી નથી. જ્યારે ભારતીય ટીમના સાવજોએ તેમને હરાવીને બાદશાહતનો અંત લાવ્યો છે. બ્રિસબેનમાં રૂષભપંતે પોતાનો દમ દેખાડ્યો છે.

જ્યારે ભારત તરફથી શુભમન ગીલે યાદગાર ઈનિંગ રમી હતી 91 રન 146 બોલમાં પૂરા કર્યા હતા. ચેતેશ્વર પૂજારાએ 56 રન કરીને જીતનો પાયો નાખ્યો હતો. ટીમ ઈન્ડિયાના તમામ બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના બોલર્સ સામે અડીખમ રહ્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયાતરફથી પેંટ કમિંસે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નથાન લાયન બે વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે રૂષભ પંતે યાદગાર ઈનિંગ રમીને પોતાનો દમ દેખાડ્યો છે.

ભારતે સતત બીજી વાર ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરઆંગણે ટેસ્ટ સીરીઝમાં મોટી પછડાટ આપી છે. પાછલી વખતે ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ હોમ ગ્રાઉન્ડમાં 2018-19 ટેસ્ટ સીરીઝમાં 2-1થી હરાવ્યુ હતું. ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સતત ત્રીજી વાર પોતાના નામે કરી જીતની હેટ્રિક લગાવી છે. તેનાથી પહેલા ભારતે ગત બંને સીરીઝ જીતીને બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી પર કબજો કર્યો હતો. 2018-19માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ભારતે 2-1થી અને તેની પહેલા 2016-17માં ભારતે પોતાના ઘરમાં ઓસ્ટ્રેલિયાને આટલા જ અંતરે મ્હાત આપી હતી.

ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. બ્રિસબેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી ધૂળ ચટાવી દીધી છે. અને આ ટેસ્ટ સીરીઝ 2-1થી જીતી લીધી છે. બ્રિસબેનમાં છેલ્લા 33 વર્ષથી ઓસ્ટ્રેલિયાને કોઈ ટીમ હરાવી શકી નથી, પરંતુ આ વખતે કાંગારૂની બાદશાહતને ટીમ ઈન્ડિયાએ ખત્મ કરી છે. અને જીત મેળવીને પોતાનો દમ દેખાડ્યો છે.

GEL ADVT Banner

આ પણ વાંચો…

તાંડવ વિવાદને લઇ કંગનાએ અલી અબ્બાઝ ઝફર પર નિશાન ટાંકતા કહ્યું- અલ્લાહની મજાક ઉડાવવાની હિંમત છે?