bhadar 1 6 scaled

ભાદર-૧ ડેમના ૨૯ દરવાજા ૯.૧૦ ફુટ ખોલવામાં આવ્યા

bhadar 1 6 resize

રાજકોટ,૨૪ ઓગસ્ટ:રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નીલાખા ગામ પાસેનો ભાદર-૧ ડેમ સાંજે ૭-૦૦ કલાકે તેની નિર્ધારિત સપાટીએે ભરાઇ ગયો હોવાથી ડેમના ૨૯ દરવાજા ૯.૧ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૧૦૩૮૮૫ કયુસેક પાણીની આવક છે, અને ૧૦૩૮૮૫ કયુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે, આથી ભાદર-૧ ડેમના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના નીલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા અને નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા,દેરડી, જેતપુર, નવાગઢ, રબારિકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી અને વાડાસડા, જામકંડોરણા તાલુકાના તરવડ અને ઇશ્વરીયા તથા ધોરાજી તાલુકાના વેગડી,ભૂખી અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઇ વર્તુળ(ફલડસેલ)ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.