Dwarka rain 3 2

રાજ્યમાં સરેરાશ ૧૦૭.૯૭ ટકા વરસાદ સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૨૧.૮૦ ટકા સરેરાશ વરસાદ

Dwarka rain 3 2

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં સરેરાશ ૧૦૭.૯૭ ટકા વરસાદ
સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૨૧.૮૦ ટકા સરેરાશ વરસાદ
.. .. .. ..
રાજ્યના ૧૮ તાલુકાઓમાં અડધા થી બે ઈંચ જેટલો
વરસાદ વરસ્યો : ૯૨ તાલુકાઓમાં અડધા ઈંચ થી ઓછો વરસાદ
.. .. .. ..
રાજ્યના ૯૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા
સરદાર સરોવર ડેમ કુલ સંગ્રહ શક્તિના ૭૪.૦૫ ટકા ભરાયો


ગાંધીનગર,૨૭ ઓગસ્ટ:રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૨૭મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ જિલ્લાના ૧૧૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટયુ છે ત્યારે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યના ૪ તાલુકાઓમાં એક ઈંચ થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૪૭ મી.મી. એટલે કે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે ખંભાળિયામાં ૩૫ મી.મી., ખેરાલુ ૩૦ મી.મી., ગાંધીધામ ૨૪ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે રાણાવાવ-સાણંદમાં ૧૯ મી.મી., માંડવી(કચ્છ)-બોરસદમાં ૧૮ મી.મી., સિધ્ધપુર-જોટાણામાં ૧૬ મી.મી., પોરબંદરમાં ૧૫ મી.મી., ભચાઉ, દ્વારકા, અમદાવાદ શહેર અને તારાપુરમાં ૧૪ મી.મી., ગાંધીનગરમાં ૧૩ મી.મી., તલોદ-ભાણવડમાં ૧૨ મી.મી. એટલે અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે ૯૨ તાલુકાઓમાં અડધા ઈંચ થી ઓછો-સામાન્ય વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.


રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૭.૯૭ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૨૧.૮૦ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૪૨.૦૨ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૫.૬૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૨.૭૭ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૮૦.૭૯ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં થયેલા વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૨,૪૭,૩૭૮ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ જળસંગ્રહ શક્તિના ૭૪.૦૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના ૯૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત સરદાર સરોવર સહિત ૭૨ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. ૧૬ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૧૪ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા ૧૦ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.