ખંભાળીયા તાલુકા વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ આવતા કન્ટેઇન્ટમેન્ટ તેમજ બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે

: જાહેરનામુ :-
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકા વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ આવેલ હોય, આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, દેવભૂમિ દ્વારકા તરફથી

DEVBHUMI 2

ઉક્ત વિસ્તારમાં સવારે ૭.૦૦ કલાકથી સાંજના ૭.૦૦ કલાક સુધી આવશ્યક સેવાઓ જેવી કે દુધ, શાકભાજી, ફળ-ફળાદી, અનાજ-કરીયાણું તથા તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.

ઉક્ત Containment Zone વિસ્તારમા નીચે મુજબની અમલવારી કરવાની રહેશે.

  • આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર આરોગ્ય વિભાગની ગાઇડલાઇન (SOP) મુજબ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૦ % થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને સબંધિત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. તથા આ સિવાયના અન્ય તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરી આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે.
  • આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને ૨૪ % ૭ રાઉન્ડ ધ ક્લોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે.
  • કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેઇનમેન્ટઝોનથી બહાર અવર-જવર કરી શકશે નહીં.
  • ભારત સરકારશ્રીના Containment Zone પ્લાનની ગાઇડલાઇનની ચૂસ્તપણે અમલવારી કરવાની રહેશે.

જાહેર કરેલ Containment Zone ઉપરાંત ખંભાળીયા તાલુકાનાં નીચે મુજબના વિસ્તારને બફર ઝોન (BUFFER ZONE) તરીકે જાહેર કરવામાં આવે છે. અત્રેથી બફર ઝોન તરીકે જાહેર કરેલ વિસ્તારોમાં ઉકત વંચાણે લીધેલ કેન્દ્ર/રાજ્ય સરકારશ્રી તથા અત્રેની કચેરીના વખતો-વખતના જાહેરનામા /હુકમ/ માર્ગદર્શિકાઓની ચૂસ્ત અમલવારી કરવાની રહેશે.

DEVBHUMI