948369 shilpa shirodkar 1

સૌપ્રથમ બોલિવુડની આ એક્ટ્રસે લગાવી કોરોનાની વેક્સિન, ટ્વિટર દ્વારા કહ્યો પોતાનો અનુભવ

948369 shilpa shirodkar 1

મુંબઇ, 09 જાન્યુઆરીઃ કોવિડ 19ની વેક્સિન બજારમાં આવી ગઇ છે. પરંતુ હજી લોકોમાં ભયનો માહોલ છે. ઘણા રાજકીય નેતાઓ વેક્સિનનો વિરોધ કરી રહ્યા છે, તો સામાન્ય લોકો રસીથી ભયભીત છે. તેવામાં બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકરે સૌપ્રથમ વેક્સિન લગાવી લીધી છે. એક્ટ્રસે પોતાનો વેક્સિન લીધા બાદ પોતાનો અનુભવ ટ્વિટરના માધ્યમ પર શેર કર્યો છે.

શિલ્પાએ ટ્વિટર પર લખ્યું કે, વેક્સિનેટેડ અને સુરક્ષિત…. આ ન્યૂ નોર્મલ છે….2021 હું આવી રહી છું. ઉલ્લેખનીય છે કે આજ લખાણ સાથે શિલ્પાએ ઇનસ્ટાગ્રામ પર પોતાનો ફોટો પણ શેર કર્યો છે.

Whatsapp Join Banner Guj

ફિલ્મ હમ, ગોપી કિશન, આંખે, બેવફા સનમ, ખુદા ગવાહ જેવી હીટ ફિલ્મોમાં પોતાની પ્રતિભા દર્શાવનાર અભિનેત્રી શિલ્પા શિરોડકર એ પહેલી ભારતીય એક્ટ્રેસ છે જેમણે હાલમાં જ વેક્સિનનો ડોઝ લીધો છે. શિલ્પા આમ તો મોટા પર્દાથી લાંબા સમયથી ગાયબ થઈ ગઈ છે. પરંતુ સોશ્યલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે.

આ પણ વાંચો…

ધો-10-12ની બોર્ડ પરીક્ષાર્થીની સંખ્યામાં કરાયો વધારો, હવે એક બ્લોકમાં આટલા જ વિદ્યાર્થી રહેશે હાજર