CM Virtual Fag edited

મુખ્યમંત્રી શ્રીએ વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનને લીલીઝંડી આપી વર્ચ્યુલ પ્રારંભ કરાવ્યો

The Chief Minister gave the green signal to the Vadodara International Marathon and started the virtual
  • વડોદરાની મેરેથોન દેશભરમાં આગવી ઓળખ બની ગઈ છે
  • આ વર્ષની મેરેથોન ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને સમર્પિત
  • કોરોના મહામારી સામે લડવા શારીરિક તંદુરસ્તી મહત્વની છે

અહેવાલ: બી.પી.દેસાઈ નાયબ માહિતી નિયામક,વડોદરા
વડોદરા, ૦૪ જાન્યુઆરી
: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વભરમાં આજે લોકો શારીરિક અને માનસિક રીતે કોરોના મહામારી સામે લડી રહ્યા છે. એટલુ જ નહી કોરોના એ આપણી જીવનશૈલી બદલી નાખી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા જેવી બાબતો હવે રોજીંદા જીવનનો ભાગ બની ગયો છે.

whatsapp banner 1

તેમણે ઉમેર્યું કે, મેરોથોન વડોદરાની આગવી ઓળખ બનવા સાથે વડોદરાના સામાજિક જીવનની સ્વચ્છતા અને સ્કૂર્તિની મિશાલ પણ બની છે. ભૂતકાળમાં યોજાયેલ તમામ મેરેથોન દોડ શહેરને લગતા સામાજિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવી હતી. જે પ્રશંસનીય છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી આજે સતત ચોથીવાર એમજી વડોદરા ઈન્ટરનેશનલ મેરોથોનનો લીલીઝંડી આપી વર્ચ્યુલ પ્રારંભ કરાવ્યો હતો. આ વર્ષની મેરથોન પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ, મેડીકલ, પેરામેડિકલ, ઈમરજન્સી, આવશ્યક સેવાઓના કર્મીઓ અને કોરોનાગ્રસ્ત, તેમજ કોરોના સામે જંગ જીતેલા ઉપરાંત કોરોના મહામારીમાં પોતાની મહામૂલી જીંદગી ગૂમાવનાર દરેક વ્યક્તિને સમર્પિત છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

The Chief Minister gave the green signal to the Vadodara International Marathon and started the virtual

તેમણે ઉમેર્યું કે, વડોદરામાં યોજાતી આ દેશની એકમાત્ર મેરેથોન છે જે , ફોર પીપલ, બાય પીપલ, અને ઓફ પીપલને લક્ષમાં રાખી યોજવામાં આવે છે. જેને કારણે વડોદરા મેરેથોન દેશના અન્ય શહેરોમાં યોજાતી મેરેથોન કરતા અલગ બની રહી છે.મુખ્યમંત્રીશ્રી એ કોરોના મહામારી સામે લડવા શારીરિક તંદુરસ્તી મહત્વની છે ત્યારે નાગરિકો યોગાસન, મોર્નિંગ વોક, ઈનડોર-આઉટડોર જેવી રમતો રમે એ પણ જરૂરી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના મહામારીમાં થંભી ગયેલ જનજીવનને પુન ધબકતુ કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ચ્યુલ મેરેથોનનુ આયોજન કરવા બદલ તેમણે આયોજકો અને દોડવીરોને અભિનંદન આપ્યા હતા
આ પ્રસંગે મેરેથોન આયોજન સમિતિના તેજલ અમીન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…હું કોરોના વેક્સિનનું સ્વાગત કરું છું, પણ હું વેક્સિનેશન લઇશ નહીંઃ રામદેવ બાબા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *