638722 uttarayan

આ લોકો માટે ઉત્તરાયણની મજા બની મોતની સજા, કેટલાક ઘાયલ તો કેટલાંક ગુમાવ્યા જીવ- વાંચો વિગત

638722 uttarayan

અમદાવાદ, 15 જાન્યુઆરીઃ ઉતરાયણનો તહેવાર જેટલો ઉત્સાહમાં ઉજવવામાં આવે છે. તેટલો જ વ્યક્તિના જીવ માટે જોખમી બની જાય છે. દરવર્ષે પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતી દોરીઓથી ઘણા લોકો ઘાયલ થાય છે તો ઘણાનો જીવ જોખમા છે. આ વર્ષે પણ પતંગની દોરી સામાન્ય લોકોથી માંડી મુંગા પક્ષીઓ માટે જીવલેણ બની. પતંગની દોરીના કારણે ઘણા પક્ષીઓને કાયમ માટે ખોડખાંપણ થઇ જાય છે અને ઘણા કમનસીબ પક્ષીઓ તો મોતના મુખમાં ધકેલાઇ જાય છે.

કાચ પાયેલી ઘાતક ઘોરીથી આકાશમાં ઉડતા પક્ષીઓ ગંભીર રીતે ઇજા પામતા હોય છે. તો ક્યારેય આવી ઘાતક દોરી પક્ષીઓની પાંખમાં ફસાઇ જતી હોય છે. જેને કાઢવા માટે તે મથામણ કરે છે અને આ ઘાતક દોરી વધુને વધુ ઇજા પહોંચાડતી હોય છે.

Whatsapp Join Banner Guj

લોકોએ સમજી અને વહેલી અને સાંજના સમયે પતંગ ઉડાવવાનું ટાળવું જોઇએ જેથી વહેલી સવાર અને સાંજના સમયે આકાશમાં ઉડતા પક્ષીઓનો બચાવ થઇ શકે. આ માટે ઘણી સ્વૈચ્છિક સંસ્થા તેમજ સરકાર દ્વારા કરૂણા અભિયાન છેલ્લા કેટલાક વર્ષોથી ચલાવાય છે. જેના સારા પરિણામો પણ જોવા મળ્યા છે.

આ વર્ષે પણ અનેક ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી. તો કમનસીબે ઘણા પક્ષીઓને બચાવી ન શકાયા. પરંતુ એક વાત સારી છે કે હવે લોકોમાં જાગૃતિ આવી છે જેથી ધીમેધીમે હવે પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સંખ્યા દર વર્ષે ઉતરોતર ઘટતી જઇ રહી છે.

આ પણ વાંચો…

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિતે વિશેષ પૂજા કરવામાં આવી