Ambaji Temple 2

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો

Pagpala sangh

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો….. ભાદરવી પુનમ નો મેળો અને મંદિર બને બંધ હોવાથી વહેલા પહોચ્યો

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી 17 ઓગસ્ટ:અંબાજી માં ભરાતી ભાદરવી પુનમ ના મેળા ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોરોના ના સંક્ર્મણ ને લઈ આ વખતે મેળો સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે આ મેળા માં લાખો પદયાત્રીઓ અનેક ધજા પતાકાઓ લઈ અંબાજી પગપાળા આવતા હોય છે પણ આ વખતે ભાદરવી પુનમ નો મેળો અને મંદિર બને બંધ હોવાથી નિયમિત પણે અંબાજી આવતા ભક્તો એ અંબાજી ની વહેલી વાટ પકડી છે ને પોતાની ટેક પુરી કરવા અમદાવાદ થી

Pagpala sangh 3

નીકળતો વ્યાસવાડી પગપાળા નો આખો સંઘ નહીં પણ સંઘ ના અગ્રણીઓ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચી ગયા છે અને માતાજી ને ધજા પણ અર્પણ કરી છે આ સંઘવી યોગેશ પટેલ ના જણાવ્યા પ્રમાણે આ વખતે કોરોના ની મહામારી ને લઈ અમે પણ સામુહિક પદયાત્રા મોકૂફ રાખી છે

Pagpala sangh 5

અને ભાદરવી પુનમ નો મેળો પણ 24 તારીખ થી બંધ છે જયારે પદયાત્રીઓ ને મંદિર બંધ જોવાથી દર્શન પણ નહીં થઇ શકે તેને લઈ 200 સંઘવીઓ વતી આજે અમે સાત યાત્રીકો પગપાળા અંબાજી પહોંચી માતાજી ને શ્રાવણ માંજ ધજા અર્પણ કરી કોરોના ની મહામારી માંથી સૌને મુક્ત કરે તેવી પ્રાર્થના કરી છે

Pagpala sangh 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *