image e1669444515760

રાજ્યમાં બે-ત્રણ દિવસ બાદ ભારે ઠંડી પડશે, હવામાન વિભાગે કરી આગાહી

image

ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ ગુજરાતમાં અત્યારે ઠંડી ઘણાં અંશે મંદ પડી છે. નલિયા, કંડલા અને કેશોદ સિવાયના વિસ્તારોમાં આજે ઓછી ઠંડી નોંધાઇ છે, જો કે બે-ત્રણ દિવસ બાદ ફરી ઠંડી જોર પકડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યભરમાં અત્યારે બપોરે ગરમી અને રાતે ઠંડીના કારણે મિશ્રઋતુ અનુભાઇ રહી છે.

Whatsapp Join Banner Guj

નલિયામાં સૌથી ઓછું ૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત કંડલા એરપોર્ટમાં ૧૦.૧, કેશોદમા ૧૦, અમદાવાદમાં ૧૩.૩, ગાંધીનગરમાં ૧૨, વડોદરામાં ૧૪, સુરતમાં ૧૬.૮, વલસાડમાં ૧૧.૫, અમરેલીમાં ૧૨.૪, ભાવનગરમાં ૧૪.૨ , ઓખામાં ૧૬, રાજકોટમાં ૧૨.૧, વેરાવળમાં ૧૬.૪ અને સુરેન્દ્રનગરમાં ૧૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા, કંડલા અને કેશોદ સિવાયના તમામ વિસ્તારોમાં આજે નહીંવત્ ઠંડી રહી છે.

GEL ADVT Banner

રાજ્યભરમાં અત્યારે ઘણા અંશે ઠંડીનું જોર ઓછુ છે..પરંતુ આગામી બે-ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનું મોજુ ફરી વળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. નલિયા, કંડલા અને કેશોદ સિવાયના વિસ્તારોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઓછુ નોંધાયુ છે. રાજ્યભરમાં અત્યારે બપોરે ગરમી અને રાતે ઠંડીના કારણે મિશ્ર ઋતુ અનુભાઇ રહી છે.

આ પણ વાંચો…

ભ્રષ્ટાચાર વિરોધી વિભાગનો ઐતિહાસિક કેસઃ કલોલના નિવૃત નાયબ મામલતદાર પાસેથી 30 કરોડથી વધુની સંપત્તિ મળી આવી