This Congress leader joined AAP

This Congress leaders join AAP: સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ AAPમાં જોડાયા

This Congress leaders join AAP: ઈન્દ્રનીલ ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી

નવી દિલ્હી, 14 એપ્રિલઃThis Congress leaders join AAP: તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વાત વહેતી થઈ હતી અને કોંગ્રેસ દ્વારા બન્ને નેતાનો સંપર્ક કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. ઈન્દ્રનીલ ગઈકાલે દિલ્હીમાં હતા. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્હી અને પંજાબમાં જીત મેળવી પુરવાર કર્યું છે. પંજાબમાં જીત બાદ ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું અભિયાન શરૂ કર્યું છે, જે ગુજરાતમાં દેખાતું નથી. હું એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં, AAP માટે લડે છે. આમ આદમીનો પક્ષ અને સરકાર બને એનાથી પ્રભાવિત થયો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે મારું જાહેર જીવન હંમેશાં લોકો માટે રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે. હંમેશાં લોકો માટે મારે મારો સમય આપવો છે. લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતાં કોંગ્રેસ સારો પક્ષ છે અને આજે આમ આદમી પાર્ટી સારી લાગે છે, એટલે AAPમાં જોડાયો છું. આગામી દિવસો આમ આદમી પાર્ટીના છે. પ્રાઇવેટ હોસ્પિટલને ડોકટરો મળે તો સરકારી હોસ્પિટલમાં ડોકટરો કેમ ન મળે. આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને કહું છું કે જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય તથા નીડર ઊભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ AAPમાં જોડાય એવું ઈચ્છું છું.

આ પણ વાંચોઃ Fire at chemical factory:આ રાજ્યની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 6ના મોત, 12 ઘાયલ

ભાજપ ગુજરાતને ગમતો નથી. કોંગ્રેસ દમ દેખાડતું નથી. આપ સૌને ગમે છે. મને વિચાર આવ્યો એટલે હું જોડાયો છું. આજકાલ રાજકીય સ્થિતિ છે કે સોદા થયા એવું કહેવાય છે. હું સોદાનો માણસ નથી. ત્યાં મારી પ્રતિષ્ઠા નહોતી એવું નહોતું. અગત્યની વાત એ છે કે ભાજપની સરકાર ન જોઈએ, એ કોંગ્રેસમાં છે નહીં એટલે AAPમાં જોડાયા છીએ. હું પાર્ટી જે નક્કી કરે એમ ચૂંટણી લડીશ. હું લડવા કરતાં પાર્ટીને ઉપયોગી થાઉં, પરંતુ અગત્યતા ચૂંટણી લડવાની નહીં. કોંગ્રેસમાં મારો વ્યક્તિગત વાંધો ન હતો. કોંગ્રેસમાં આયોજનની ક્ષમતા છે. નરેશ પટેલ મારા મિત્ર છે. કોંગ્રેસમાં જોડાવાના છે એ મને ખબર નથી. નરેશ પટેલ હોય ત્યાં મારું કદ વધે, પણ ઘટે નહિ. કોઈપણ સમાજની સારું ઈચ્છતી વ્યક્તિ જોડાતી હોય અને તેમને લાગે તો જોડાય જાય.

વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે રાજકોટમાં અમારાં કામને જોઈ બેવાર જિતાડયા છે. રાજકોટમાં પહેલીવાર AAP લડી અને બીજા નંબરે રહી છે. કાલ કેજરીવાલજીને મળ્યા અને AAPમાં અમે જોડાવવા નિર્ણય કર્યો. શિક્ષણનીતિ અને આરોગ્ય અંગેની માહિતી મેળવી. ગામડાંની સ્કૂલો પણ જોઈ છે. તેમના વિચારો રાષ્ટ્રવાદી છે, પંજાબમાં જે ઠરાવ તેમણે કરાવ્યો છે. ડો. બાબાસાહેબ અને ભગત સિંહની તસવીર જોઈને આનંદ થયો છે. બંધારણ સાચવવું હોય તો ગુજરાતના તમામ દલિતોને જણાવું છું કે આમ આદમી પાર્ટીમાં જોડાવો. ગુજરાતના મુખ્યમંત્રી કહેતા હોય કે ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પોલીસ ખાતું અને બીજા નંબરે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, જે શરમજનક છે.

આજે હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઊભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ આમ આદમીમાં જોડાય એવું ઈચ્છું છું. બહુ વાર લાગશે એવું માનનારા લોકોને કહેવા માગીશ કે આમ આદમીની સત્તાને વાર નથી. સરકાર 2022માં AAPની બનશે. સૌના સહિયારા પ્રયાસથી થોડા જોરના ઝટકા મારવાના છે. ભ્રષ્ટાચારનો ભરડો લઈ ચૂકેલા ભાજપને 2022માં જ દૂર કરીએ એવી ગુજરાતની જનતાને મારી અપીલ છે. AAPના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર છે. આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી પ્રભાવિત થઈ કોંગ્રેસના ત્રણ નેતા AAPમાં જોડાઈ રહ્યા છે. કાલે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને કોમલબેન AAPમાં જોડાયાં છે. જેને કામ કરવું હોય, લોકસેવા કરવી હોય તેમના માટે માત્ર AAP વિકલ્પ છે.

આ પણ વાંચોઃ Orange Alert in Gujarat: ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ વધશે ગરમી, 15 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarati banner 01