Orange Alert in Gujarat: ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ વધશે ગરમી, 15 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર

Orange Alert in Gujarat: તાપમાનની વાત કરીએ તો બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ

અમદાવાદ, 14 એપ્રિલઃ Orange Alert in Gujarat: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રોજેરોજ વધી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. 15 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તાપમાનની વાત કરીએ તો બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

રાજયના અલગ-અલગ શહેરોમાં બુધવારના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 4.14, ડીસામાં 39, વલ્લભ વિદ્યાનગરમાં 38.5, વડોદરામાં 40.8, સુરતમાં 39, વલસાડમાં 35.5, ભૂજમાં 41.1, નલિયામાં 37.4, અમરેલીમાં 42.4, ભાવનગરમાં 39.5, રાજકોટમાં 41.9, વેરાવળમાં 32.6, દ્વારકામાં 31.4, સુરેન્દ્રનગરમાં 42.5 અને કેશોદમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે. વળી, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 18મી એપ્રિલ પછી ગરમીમાં ફરીથી વધારો થાય એવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા મહત્તમ તાપમાન ગગડતા લોકોને થોડી રાહત મળી હતી પરંતુ છેલ્લા બે દિવસથી અચાનક દિવસ અને રાત્રિના તાપમાનમાં વધઘટ થવાથી તેની અસર દિવસ દરમિયાન અનુભવાઈ હતી. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે અને ગરમી વધુ ભીષણ બનશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Fire at chemical factory:આ રાજ્યની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 6ના મોત, 12 ઘાયલ

આ પણ વાંચોઃ Mahavir jayanti 2022: જૈન ધર્મના 24માં અને છેલ્લા તીર્થકરનો જન્મ દિવસ, વાંચો મહાવીર સ્વામીના ઇતિહાસ વિશે

Gujarati banner 01