Scholarship gift for student

Scholarship gift for student: ગુજરાત સરકારની મોટી જાહેરાત, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના લાભ માટેની આવક મર્યાદા વધારી

Scholarship gift for student: કેબિનેટ કક્ષાના મંત્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓને લઇને કરેલ જાહેરાતથી અનામત વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થશે

ગાંધીનગર, 14 એપ્રિલઃScholarship gift for student: આજે આંબેડકર જયંતિના દિવસે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓને લઇને કરેલ જાહેરાતથી અનામત વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થશે.  મંત્રી પ્રદીપે વિદ્યાર્થીઓને લઇને શિષ્યવૃત્તિના લાભ માટેની આવક મર્યાદામાં વધારો કર્યો છે.

આ પણ વાંચોઃ This Congress leaders join AAP: સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ AAPમાં જોડાયા

અનામત શ્રેણીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના લાભ માટેની આવક મર્યાદા 2.5 લાખના સ્થાને 6 લાખ કરવામાં આવી છે. પ્રદીપ પરમાર સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી છે, તેમના આ નિર્ણયથી આશરે 1 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.

આ સિવાય સહાય, લોન, શિષ્યવૃત્તિમાં આ લાભ મળશે.મંત્રી પ્રદીપ પરમારના આ નિર્ણયથી લઘુમતી સમાજના લાભાર્થીઓને લાભ મળશે. પરમારે એક નિવેદનમાં કહ્યું કે, સરકારના નિર્ણયથી 50 લાખનો વધારાનો બોજ સરકારી તિજોરી પર પડશે.

આ પણ વાંચોઃ Fire at chemical factory:આ રાજ્યની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 6ના મોત, 12 ઘાયલ

Gujarati banner 01